Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

મિત્સુબિશી ઈલેક્ટ્રીકે સાણંદમાં 500 કરોડના ખર્ચે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે:જમીન પણ માંગી

અમદાવાદ :જાપાની કંપની મિત્સુબિશી ઈલેક્ટ્રીકે સાણંદમાં 500 કરોડના ખર્ચે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહી હોવાનું જાણવા મળે છે મિત્સુબિશીએ પ્લોટ ફાળવવા GIDCમાં અરજી પણ કરી છે .   
    GIDCના એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, મિત્સુબિશી ઈલેક્ટ્રીકે પોતાની એપ્લિકેશન સબમિટ કરી દીધી છે. કંપનીએ 15 એકર જમીન માગી છે. કંપનીની માંગને ધ્યાનમાં રાખી તેને કઈ જગ્યાએ જમીન ફાળવી શકાય તે માટે હાલ કાર્યવાહી ચાલી રહી છે. ટૂંક જ સમયમાં કંપનીને પ્લોટ ફાળવી દેવામાં આવશે
  જાણવા મળ્યા મુજબ મિત્સુબિશી સાણંદમાં ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ માટે ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચર કરવાનું આયોજન ધરાવે છે. સાણંદમાં જ ઓટો મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ આવેલા છે, જેમને તેનો સપ્લાય કરવામાં આવશે. GIDCના દાવા અનુસાર, આ પ્લાન્ટથી 1000 લોકોને સીધી રોજગારી મળશે. પાંચ વર્ષમાં આ પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થશે. શરુઆતના તબક્કામાં કંપની 500 લોકોની ભરતી કરશે અને પહેલા તબક્કાનું કામકાજ એકાદ બે વર્ષમાં શરુ થઈ જશે.

(1:33 pm IST)