Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ગુરૂવારે ધો. ૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ

JEEનું રીઝલ્‍ટ અને NEETની પરીક્ષા પૂર્ણ થતાં શિક્ષણ બોર્ડે પણ કાઢયો રિઝલ્‍ટનો ઘાણવોઃ વિજ્ઞાન પ્રવાહના સવા લાખ છાત્રોમાં ઉત્‍કંઠા

રાજકોટ તા. ૮ : ઉનાળાના પ્રારંભ ગુજરાત રાજ્‍યમાં પરીક્ષાની મોસમ ખીલી હતી. હવે ઉનાળે મધ્‍યાને પરિણામ જાહેર કરવા શિક્ષણ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી છે.

આજે શિક્ષણ બોર્ડે તેની વેબસાઇટ ઉપર ધો. ૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ તા. ૧૦ના ગુરૂવારે જાહેર કરવાનું નક્કી કર્યું છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ઉ.મા.પ્ર. પરીક્ષા, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ, માર્ચ ૨૦૧૮ની માર્કશીટ - પ્રમાણપત્ર તથા ગુજરાત કોમન એન્‍ટરન્‍સ ટેસ્‍ટ (ગુજકેટ) ૨૦૧૮ની માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્‍થળો ઉપર તા. ૧૦-૫-૨૦૧૮ના સવારે ૧૧ કલાકથી ૧૬ કલાક દરમિયાન વિતરણ થનાર છે તો રાજ્‍યની વિજ્ઞાન પ્રવાહની ઉ.મા. શાળાના આચાર્યશ્રીઓ શાળાની માર્કશીટ - પ્રમાણપત્ર મુખત્‍યાર પત્ર રજૂ કરી મેળવી લેવાની રહેશે.

ગુજરાત બોર્ડ સિવાયના અન્‍ય ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે. વધુમાં જણાવવાનું કે વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટ-૨૦૧૮નું પરિણામ તા. ૧૦-૫-૨૦૧૮ના રોજ સવારના ૯ કલાકે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવશે. જેની વાલીઓએ, વિદ્યાર્થીઓએ, શાળાઓએ નોંધ લેવી.

ગુજરાત રાજ્‍યમાં આ વર્ષ ધો. ૧૨ સાયન્‍સ A અને B ગ્રુપમાં કુલ ૧ લાખ ૩૪ હજાર પરીક્ષાર્થીઓ કસોટી આપી હતી. પરીક્ષાના પરીણામ પૂર્વે વિદ્યાર્થી - વાલીઓને પરીણામ પૂર્વે ઉત્‍કંઠા જાગી છે.

 સવારે 11 કલાકથી 4.00 વાગ્યા સુધી સ્કૂલો દ્વારા માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. ઓનલાઇન પરિણામ આપ સવારે 9.00 કલાકે જોઇ શકશો. વેબસાઇટ www.gseb.org પરથી સવારથી જ પરિણામ જોઇ શકશો.

(2:25 pm IST)