Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

આણંદની આરટીઓ પાસે હિટ એન્ડ રન :બે યુવાનોને ગંભીર ઇજા :અમદાવાદ ખસેડાયા:કાર ચાલક ફરાર

હિતેશ સોલંકી અને દિલીપ ગોહેલ બાઈક પર જતાંતા હતા ત્યારે વેગનઆરએ ઠોકરે ચડાવ્યા

આણંદ:શહેરની આરટીઓ કચેરી સામે ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટનામા બોરસદ ચોકડી પાસે રહેતા બે યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા છે. આ અંગે આણંદ શહેર પોલીસે વેગનઆર કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

    અકસ્માતની મળતી વિગતો મુજબ બોરસદ ચોકડી પાસે રહેતા હિતેશભાઈ ગંભીરભાઈ સોલંકી તથા દિલીપભાઈ રણજીતભાઈ ગોહેલ ગઈકાલે રાત્રીના પોતાનું બાઈક નંબર જીજે-૦૭, ડીએચ-૪૦૫૦નું લઈને આરટીઓ કચેરી પાસે આવેલા એનડીડીબીના વણાંક પાસેથી પસાર થતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી વેગન આર કાર નંબર જીજે-૦૬, સીએમ-૯૧૫૬એ ટક્કર મારતાં બન્ને યુવકો રોડ ઉપર ફંગોળાયા હતા જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.

    ટક્કર માર્યા બાદ કારનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને કારણે બાઈકને પણ ખાસ્સુ નુકશાન થવા પામ્યું હતુ. પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ જનાર વેગન આર કારના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(12:30 pm IST)