Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

નડિયાદમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો-બીયરના ટીનનો જથ્થો મળ્યો :આરોપી ફરાર

નડિયાદ પશ્ચિમ પોલીસે રાજીવનગરમાં દરોડો પાડીને ૫૬૦૦ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી પોલીસને જોઈ રફુ ચક્કર થઈ ગયો હતો.

   અંગેની વિગત મુજબ નડિયાદ પશ્ચિમ પોલીસને માહિતી મળી હતી કે નડિયાદ રાજીવનગરમાં રહેતો અજય મનુભાઈ ગુગરેજીયા ચોરીછુપીથી વિદેશી દારૂની હેરાફેરી કરે છે. જેથી પોલીસે રેઈડ કરતા મકાનમાંથી વિદેશી દારૂની ૯ બોટલ તેમજ બીયર ટીન ૧૬ મળી કુલ ૫૬૦૦નો જથ્થો મળી આવ્યો હતો.

(12:29 pm IST)