Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ફાયરિંગ : કારચાલક સંજય ચાંગનું મોત

અજાણ્યા શખ્શો દ્વારા ફાયરિંગ : મૃતક કારચાલક એક ખાનગી કંપનીમાં મેનેજર હોવાનું ખુલ્યું : પોલીસે તપાસ શરુ કરી

નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કરતાં કારચાલકનું મોત થયું છે. આ અંગે મળતી વિગત મુજબ નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈ વે પર કોઈ અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કર્યું હતું. આ સાથે જ કારચાલક પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં કારચાલકનું સંજય ચાંગનું મોત ઘટના સ્થળે જ  નિપજ્યું હતું. કારચાલક સંજય ચાંગ ઓળખ થઈ ગઈ છે અને જાણવામળતા મુજબ તે એક ખાનગી કંપનીમાં મેનેજર હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો, અને તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કારચાલક સંજય ચાંગ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જો કે હાલ તો પોલીસે 108 મારફતે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(5:43 pm IST)