Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

RTE પ્રવેશ ફોર્મનો આજે છેલ્લો દિવસ

આવતીકાલે ભરેલા પ્રવેશફોર્મ જમા થઇ શકશે

રાજકોટ તા.૮: આરટીઇ એકટ હેઠળ ઓનલાઇન પ્રવેશ ભરવાની મુદત તથા ભરેલા પ્રવેશ ફોર્મ જમા કરવાની મુદત સરકારે વધારી છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં આરટીઇ અંતર્ગત એકટ-૨૦૦૯ હેઠળ નબળા અને વંચિત જુથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં વિનામુલ્‍યે પ્રવેશ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની મુદત તા. ૫/૫/૨૦૧૮ના રોજ પૂર્ણ થાય છે. પરંતુ પ્રવેશ ફોર્મ ભરવાની મુદત લંબાવવા માટે અત્રે રજુઆતો મળેલ હોવાથી  તા.૮/૫/૨૦૧૮ સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી છે. એટલે કે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૫/૫/૨૦૧૮ને બદલે ૮/૫/૨૦૧૮ ગણવાની રહેશે. જયારે ઓનલાઇન ભરેલા પ્રવેશ ફોર્મ  જમા કરાવવાની છેલ્લી તા. ૮/૫/૨૦૧૮ ને બદલે તા. ૯/૫/૨૦૧૮ રાખવામાં આવી છે. જેની નોંધ લેવા એન.પી. રાવલ સંયુકત શિક્ષણ નિયામક ગુ.રા. ગાંધીનગર ની યાદીમાં જણાવેલ છે.

(11:41 am IST)