Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ધો.૧૦-૧ર ની પરીક્ષામાં ગેરરીતિના ૧૮૦૦ છાત્રોની સીસીટીવી કુટેજના આધારે સુનાવણી

ગાંધીનગર ખાતે બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓને ક્રમશઃ રૂબરૂ બોલાવાયા

રાજકોટ તા.૮ : ગુજરાત રાજય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો.૧૦ અને ૧ર ની પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયેલા શંકાસ્‍પદ છે. પરીક્ષાઓની સુનાવણી આજથી શરૂ થશે.

ધો.૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાઓ પરીક્ષાથીઓની સીસીટીવી કુટેજ ધરાવતા પરીક્ષા કેન્‍દ્રમાં લેવાય છે. જેમાં દરેક પરીક્ષા સેન્‍ટરના સ્‍થળે સંચાલકે દરેક પરીક્ષાનું સીસીટીવી કુટેજ ડીઇઓને મોકલવાનું હોય છે અને તમામ જીલ્લામાથી આવેલા સીસીટીવી કુટેજને બોર્ડના અધિકારીઓ દ્વારા રેન્‍ડમલી ચેક કરવામાં આવે છે. જેમાં ધો.૧ર સાયન્‍સ અને કોમર્સની પરીક્ષાના સીસીટીવી કુટેજની ચકાસણી પૂર્ણથઇ ગઇ છે. અને જેમાં ધો.૧ર સામાન્‍ય પ્રવાહમાં ૮૦૦ જેટલા અને સાયન્‍સમાં ૧૦૦ જેટલા કોપી કેસ નોંધાયા છે.

ઉપરાંત ધો.૧૦માં રપ જીલ્લામાંથી આવેલ કુટેજની ચકાસણી કરતા ૬પ૦ જેટલા કોપી કેસ પકડાયા છે. જયારે બાકીના ૯ જીલ્લાના કુટેજ હજુ ચકાસણી કરવાના બાકી છે. જેમાં પણ વધુ ૪૦૦ જેટલા કેસ મળે તેવી શકયતા છે. આમ સીસીટીવી કુટેજમાં ૧૮૦૦ થી ૧૯૦૦ જેટલા કેસ આ વર્ષે નોંધાય તેવી શકયતા છે ગત વર્ષે ર૦ હજાર જેટલા કેસ નોંધાયા છે સીસીટીવી કુટેજ પકડાયેલા વિદ્યાર્થીઓની રૂબરૂ સુનાવણી તેમના વાલીઓને બોલાવીને દર વર્ષે પરિણામ જાહેર થયા બાદ કરાય છે અને પરિણામ સમયે આ વિદ્યાર્થીઓના પરીણામ અનામત રખાય છે. જયારે ધો.૧૦ અને ૧ર ની પરીક્ષા દરમિયાન સ્‍કવોર્ડ ટીમ-સુપરવાઇઝરે પકડેલા સ્‍થળ પર કોપી કેસ ર૩૬ જેટલા છે. જેમાં ધો.૧ર ના કોપી કેસની સુનાવણી શરૂ થશે અને ધો.૧૦ ની સુનાવણી ૧પ મીથી શરૂ થશે.

(11:11 am IST)