Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

‘રાણી કી વાવ' ઐતિહાસિક વારસાની જાળવણી ઓએનજીસી કરશે?

ગાંધીનગર તા. ૮ : લાલ કિલ્લા બાદ કેદ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા હવે ગુજરાતના ઐતિહાસિક વારસાને ખાનગી કંપનીઓના હાથમાં સોંપવાના સમાચાર સામે આવ્‍યા છે. વર્લ્‍ડ હેરિટેજમાં સ્‍થાન પામેલ પાટણની રાણીકી વાવને હવે ખાનગી કંપનીને દત્તક આપવાની વાત સામે આવતા ચર્ચાનો વિષય બન્‍યો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેન્‍દ્ર સરકારની એડોપ્‍ટ એ હેરિટેજ સ્‍કીમ હેઠળ લાલ કિલ્લો દેશની એવી પ્રથમ ઐતિહાસિક ઈમારત બની ગયો છે કે જેને દાલમિયા જૂથે પાંચ વર્ષના કોન્‍ટ્રાકટ પર દત્તક લઈ લીધો હતો.

આ સાથે દાલમિયા ગ્રૂપ પણ એવું પહેલું કોર્પોરેટ હાઉસ બની ગયું છે કે જેણે દેશના કોઈ ઔતિહાસિક સ્‍થળને આ રીતે દત્તક લીધું હોય. આ માટે દાલમિયા જૂથે સરકારને ૨૫ કરોડ ચૂકવી દીધા છે.

એડોપ્‍ટ એ હેરિટેજ સ્‍કીમ હેઠળ આગામી દિવસોમાં લાલ કિલ્લા બાદ તાજમહાલને પણ દત્તક લેવામાં આવશે. આ માટે જીએમઆર સ્‍પોર્ટ્‍સ અને આઈટીસી તેને દત્તક લેવાના અંતિમ દોરમાં છે. તેથી હવે થોડા સમય બાદ તાજમહાલને પણ કોઈ જૂથ દત્તક લઈ લેશે.

 

(10:10 am IST)