Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સમુહ લગ્નોત્સવ થકી સમાજભાવ પેદા થાય છે, લગ્ન અેટલે બે વ્‍યકિતઓનું મિલન નહીં પરંતુ બે પરિવારોનું મિલનઃ ગાંધીનગરમાં સેનવા રાવત સમાજના સમુહલગ્નોત્સવમાં વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલની ઉપસ્‍થિતિ

ગાંધીનગરઃ લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન નહી, પણ બે પરિવારનું મિલન છે, તેઆજગાંધીનગર ખાતે  ગુજરાત સેનવા રાવત વિકાસ સંધ દ્વારા આયોજિત ૧૭ મા સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

આ સમૂહલગ્નોત્સવમાં પ્રભુતા પગલા માંડનાર૨૫ નવદંપતિઓને મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીઆર્શીવાદ આપીને જણાવ્યું હતું કે, લગ્ન પછી વર-વધુને બે મા-બાપ મળે છે. આપણા સમાજમાં લગ્ન જીવનને પવિત્ર બંધન માનવવામાં આવે છે. તેમજ સાત ફેરા ફરનાર નવયુગલ સાતભવ સુધી એક બીજા સાથે બંધાઅને સુખ – દુ:ખના ભાગીદાર બને છે તેવી પણ લોકવાયકા છે.

રાજય સરકાર દ્વારા દરેક નવ દંપતિને સાત ફેરા સમૂહ લગ્નોત્સવ અને કુંવરબાઇનું મામેરુ યોજના થકી ૨૦ હજારની સહાય આપવામાં આવી હતી. તેમજ વિકાસ સંધને યુગલ દીઠ બે-બે હજાર મળીને કુલ- ૫૦ હજાર આપવામાં આવ્યા હતા.

મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્નમાં દીકરીને ઓછું ન લાગે અને સાસરિયામાં કોઇ મેણા ન મારે તેની ચિંતા મા-બાપને હોય છે. મા-બાપની આ ચિંતા સમૂહ લગ્નોત્સવથી દૂર થાય છે. સમૂહ લગ્નોત્સવ થકી આયોજક દીકરીના મા-બાપ બને છે અને ઓછું ન મળે તેની ચિંતા પણ કરે છે.

મુખ્ય મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સેનવા- રાવત સમાજ પરિશ્રમ કરનારો સમાજ છે. સમાજ પ્રગતિ કરે, કુરિવાજો બંધ થાય અને આજના સમય સાથે કદમથી કદમ મિલાવી ચાલે તે જરૂરી છે. સરકાર સામાજિક સમરસતાનું વાતાવરણ ઉભું કરીને સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર પર ચાલી રહી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

સમૂહ લગ્નોત્સવ થકી સમાજ ભાવ પેદા થાય છે, તેવું કહી નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમાજમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવાનું કામ ધણું કપરું છે.૧૭ મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરનાર સર્વે સમાજના અગ્રણીઓ અને એમની ટીમના સભ્યોને અભિનંદન આપ્યા હતા.

તેમણે લગ્નગ્રંથિથી જોડાયેલા નવદંપતિઓને સુખી લગ્ન જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમજ કુંવરબાઇનું મામેરૂ, સાત ફેરા સમૂહ લગ્નોત્સવ જેવી વિવિધ યોજનાની પણ વિસ્તૃત સમજ આપી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઇ વાધાણી અને સાંસદ શ્રી ર્ડા. કિરીટભાઇ સોલંકીએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યો હતા. ગુજરાત સેનવા રાવત વિકાસ સંધના પ્રમુખ શ્રી પૂનમભાઇ મકવાણાએ સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી પ્રવણિભાઇ પટેલ, ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શોભનાબેન વાધેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર શ્રી મહેન્દ્રસિંહ રાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં સેનવા રાવત સમાજના ભાઇ-બહેનો પરિવારો ઉપસ્થિત રહ્યાં હતાં.

(8:47 pm IST)