Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સુરતના જહાંગીરપુરા વિસ્‍તારમાં કુટણખાનાનો પર્દાફાશઃ થાઇલેન્ડની ત્રણ મહિલા અને ચાર પુરૂષોની ધરપકડ

સુરતઃ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા અંકુર ફ્લેટમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની સોસાયટીની મહિલાઓને જાણ થઈ હતી. જેથી મહિલાઓએ મોડી રાત્રે ફ્લેટમાં ઘુસીને રેડ પાડી હતી. જેમાં થાઈલેન્ડની ત્રણ મહિલા અને 4 યુવાનો મળી આવ્યા હતા. જેથી પોલીસે આ તમામ લોકોની અટકાયત કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ સાતેય લોકો દારૂના નશામાં ધૂત હતા. જેથી પોલીસે તમામ લોકોને સુરતની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે. અને તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.

મહત્વનું છે કે અહી ફ્લેટ ભાડે રાખીને સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. જે વાતની જાણ સોસાયટીની મહિલાઓને થતાં રોષે ભરાય હતી. અને મોડી રાત્રે આ ફ્લેટમાં રેડ પાડીને પોલીસને જાણ કરી હતી. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(9:33 am IST)