Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ગુજરાતના ઉદ્યોગોને બરબાદ કરવા પાકિસ્તાની જાસૂસી સંસ્થાનું ખોફનાક ષડયંત્ર : પ્રેમવીરસિંહ

સાધારણ આગ માની પોલીસે જાણવા જોગ એન્ટ્રી કરેલ તે ઘટના વિદેશી કાવત્રું નીકળ્યું : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડા 'અકિલા' સમક્ષ ચોંકાવનારી ઘટના પરદો ઉંચકે છે : ફેસબુક પર પ્રવિણ બાબા પઠાણ પાસે આર્થિક મદદ માગી હતી : પ્રથમ પ્રવિણને ફસાવી કાયમ નીચે રાખવા એક મર્ડર કરવા સૂચવ્યું હતું, જે પ્લાન નિષ્ફળ ગયેલ : બાબા પઠાણે ભીડભાડવાળી દુકાનોમાં આગ લગાડવા સૂચવેલ : દુબઇ મારફત રકમ મોકલ્યાનું પણ ખૂલ્યું : ત્રણ શખ્સોની પૂછપરછમાં પાક.ના નાપાક ઇરાદાઓનો ઘટસ્ફોટ

રાજકોટ તા. ૮ : કોરોના મહામારી અને લોકડાઉનને કારણે દેશના અન્ય ભાગો માફક ગુજરાતમાં ઉદ્યોગ ધંધાની કેડ ભાંગી ગઈ છે, તેવા સમયે જ ગુજરાતમાં લોકોના નાના રોજગાર છીનવાઈ જાય તેવું ખોફનાક ષડયંત્ર રચવામાં આવ્યા બાબતનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.                    

ઉકત બાબતે જેમના માર્ગદર્શન હેઠળ આખું કાવત્રું પ્રકાશમાં આવ્યું તેવા અમદાવાદના એડી.પોલીસ કમિશનર અને પોલીસ તંત્રના બોહળા અનુભવી પ્રેમવિરસિંહ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ રેવડી બજારમાં કાપડની દુકાનમાં આગ લાગી હતી.

પોલીસ દ્વારા સ્વાભાવિક રીતે અકસ્માતે આગ લાગવાની પોલીસ મથકમાં જાણવા જોગ એન્ટ્રી કરવામાં આવી હતી. આ દરમિયાન આઇબી દ્વારા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને એક મેસેજ મળ્યો કે રેવડી બજારમાં ૨૦ માર્ચના રોજ કેટલીક કાપડની દુકાનોમાં જે આગ લાગી હતી તે આગ લગાડવામાં આવેલ.         

પોલીસ કમિશનર દ્વારા આઇબી મેસેજની ગંભીરતા સમજી સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો.           

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાશીપાસ થયા વિના ક્રાઇમ બ્રાન્ચ વડા પ્રેમવીરસિંહ, ડીસીપી ચૈતન્ય માંડલીક વિગેરે ટીમ સક્રિય બની અને ત્રણ શખ્સોને અમારી ટીમ શોધી કાઢ્યા તેમ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવેલ.                                      

અમારી તપાસમાં ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવિણને ફેસબુક પર બાબા પઠાણ સાથે ચેટિંગ ચાલતું. પ્રવીણ દ્વારા બાબા પઠાણની ધારણા મુજબ આર્થિક તંગીની વાત કરી, બાબા પઠાણે પ્રવીણને જસ લેવા કહ્યું હું તને ચોક્કસ આર્થિક મદદ કરીશું પણ તે માટે તારે એક મર્ડર કરવાનું રહેશે, મર્ડર તું ઇચ્છે તેનું કરી શકીશ, આ વાત ફાઈનલ થયા બાદ હથિયાર એમપીથી ખરીદવા માટે પેટીએમ દ્વારા ૨૫ હજાર મોકલ્યા. હથિયાર લઇ પરત આવતા સમયે પકડાઈ ગયેલ. જેમ તેમ કરી જામીન પર બહાર આવેલ.                            

ફરી બાબા પઠાણનો સંપર્ક કરી પોતાની આપવીતી સંભળાતા બાબા પઠાણે નવો ટાર્ગેટ આપ્યો, ભીડ ભાડવાળી જગ્યાએ આગ લગાડી સબુત આપ, રૂપિયા આપીશ પેટ્રોલથી દુકાનોમાં આગ લગાડી સાબૂત યુ ટયૂબ મારફત પૂરા પાડ્યા. ત્યારબાદ પ્રવીણને દુબઇ મારફત આંગડિયું રૂપિયા સાથે મળ્યું. આંગડયું લેતા સમયે અગાઉ નક્કી થયા મુજબ રૂપિયા ૧૦ની નોટ નંબરની પણ આપ લે થયેલ.                                     

'અકિલા' સાથેની વાતચીતમાં પ્રેમવીરસિંહે જણાવેલ કે વિવિધ ગુન્હામાં આ રીતે યુવાનોને ફસાવી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ગુજરાત સહિત દેશની આર્થિક હાલત વધુને વધુ બદતર બને તે પ્રકારે પ્રોક્ષી યુધ્ધ  ખેલી રહ્યાના પૂરાવા મળ્યા છે. ત્રણે આરોપી હાલ ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે, હજુ ઘણી ચોંકાવાનારી બાબતો પ્રકાશમાં આવશે.

(3:32 pm IST)
  • મધ્યપ્રદેશના તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ : દર રવિવારે લોકડાઉન : છીંદવાડા જિલ્લામાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ : શાજાપુરમાં રાત્રે 8 વાગતાથી બે દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ : તમામ સરકારી ઓફિસો મહિના સુધી સપ્તાહમાં પાંચ દિવસ ખુલશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 12:39 am IST

  • કુંભમેળામાં જતી હરિયાણાની 17 બસો ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત: કોવિડ-19નો રિપોર્ટ નહિ હોવાના કારણે 17 બસોને ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત મોકલી દેવાઈ :હરીયાણાના પાણીપતથી હરિદ્વાર માટે રવાના થયેલી 17 બસો ઉત્તરાખંડના બોર્ડર પરથી પરત મોકલનામાં આવી હતી. access_time 12:35 am IST

  • મહારાષ્ટ્રના રાજકારણમાં ધડબડાતી : મુંબઇ એન્ટિલિયા કેસમાં રોજ નવા નવા ધડાકાઓ થઈ રહ્યા છે. મળતા અહેવાલો મુજબ સચિન વાજેએ કોર્ટમાં લેખિત નિવેદન આપીને નવો ખુલાસો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સાથે પરિવહન પ્રધાન અનિલ પરબે પણ તેને ગેરકાયદેસર વસૂલાત માટે લક્ષ્યાંક આપ્યા હતા. access_time 11:29 pm IST