Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કોરોના વચ્ચે પોલીસ પગલા

ગુના દાખલ કરી ૬૧૬૫ લોકોની અટકાયત : શિવાનંદ ઝા

અમદાવાદ, તા.૮ : કોરોના વાયરસના આતંક વચ્ચે પોલીસ દ્વારા પણ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે, લોકો કાયદો હાથમાં લેશે તો પોલીસ બળપ્રયોગ કરતા ખચકાશે નહીં. હાલમાં કઠોર પગલા લેવાનો દોર ચાલી રહ્યો છે. પોલીસ દ્વારા લેવાયેલા પગલા નીચે મુજબ છે.

ડ્રોન ફુટેજ મારફતે મંગળવારે ગુના......................................................... ૪૭૧

ડ્રોન ફુટેજ મારફતે હજુ સુધી ગુના......................................................... ૨૫૬૫

ડ્રોન ફુટેજ મારફતે લોકોની અટકાયત................................................... ૬૧૫૧

સીસીટીવી નેટવર્ક દ્વારા ગુના મંગળવારે..................................................... ૯૨

સીસીટીવી નેટવર્ક દ્વારા મંગળવારે અટકાયત........................................... ૧૬૪

સીસીટીવી નેટવર્ક મારફતે હજુ સુધી ગુના................................................ ૩૯૯

સીસીટીવી નેટવર્ક મારફતે લોકોની અટકાયત.......................................... ૭૯૨

સોશિયલ મિડિયાથી ખોટા મેસેજ માટે ગુના.............................................. ૧૪૨

સોશિયલ મિડિયા મારફતે ખોટા મેસેજ બદલ અટકાયત........................... ૨૫૮

લોકડાઉન દરમિયાન જાહેરનામા ભંગના ગુના....................................... ૨૭૮૮

ક્વારનટાઈન ભંગના રાજ્યમાં ગુના......................................................... ૮૭૨

લોકડાઉન દરમિયાન અન્ય ગુના............................................................. ૪૩૭

લોકડાઉન દરમિયાન કુલ ગુનાઓ........................................................ ૪૦૯૭

લોકડાઉન દરમિયાન કુલ આરોપીની ધરપકડ....................................... ૬૧૬૯

લોકડાઉન દરમિયાન વાહનો જપ્ત........................................................ ૭૮૭૮

મરકઝના લોકોની ઓળખ....................................................................... ૧૨૭

મરકઝના લોકોના કોરોના ટેસ્ટ............................................................... ૧૨૭

કુલ મરકઝના લોકોના ટેસ્ટ પોઝિટિવ........................................................ ૧૧

(8:49 pm IST)