Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સાબરકાંઠાના તલોદમાં કરિયાણા સહીત શાકભાજીની દુકાનો સવારના 8થી12 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો

તલોદ: શહેરમાં વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશએ મહામારી તરીકે જાહેર કરેલા કોરોના વાયરસ- ના હજારો કેસો ભારતમાં નોંધાવા પામ્યા છે. આ વાયરસના ઝડપી સંક્રમણને કેન્દ્ર સ્થાને રાખીને સાબરકાંઠા જિલ્લા કલેક્ટરએ આજે કેટલાક અત્યંત આવશ્યક આકરા નિયંત્રણો એક જાહેરનામા દ્વારા બહાર પાડેલ છે. બિનજરૂરી ઘરની બહાર દોડી આવતા લોકો તંત્ર માટે એક મોટી સમસ્યા છે. જેઓ માટે આ નિયંત્રણો જરૂરી છે. જેનો ચુસ્ત અમલ કરવા જે-તે તંત્રને સુચના પણ આપી દેવામાં આવી છે. આ નિયંત્રણોમાં લોકોની અવર-જવરવાહનોની અવર-જવરઆવશ્યક ચીજવસ્તુઓના વેચાણ-વિતરણ તથા પરિવહનશાકભાજી-ફળફળાદીદૂધ વગેરેના વેચાણના ચોક્કસ ફાળવેલ સ્થળ અને સમય વગેરેનો સમાવેશ થાય છે.

કલેક્ટરના જાહેરનામાથી સ્વૈચ્છીક સંસ્થાઓને ટીફીન સેવાઅનાજ-કીટ વિતરણફૂડ પેકેટમાસ્ક/સેનીટાઇઝર વગેરે વિતરણ કરવા માટે આપવામાં આવેલ પાસ રદ થશે. જિલ્લાના કોઈપણ વ્યક્તિએ સક્ષમ અધિકારીની લેખીત પૂર્વ પરવાનગી વગર વાહન લઈને જિલ્લાની બહાર જવું નહીંતેમજ અન્ય જિલ્લામાંથી સાબરકાંઠામાં પ્રવેશ કરવો નહીં તેમ ફરમાન કરેલ છે. તદ્ઉપરાંત જિલ્લાના દરેક ગામોમાં પ્રવેશવાનો અને બહાર નિકળવાનો એક જ માર્ગ ખુલ્લો રાખવા અને અન્ય માર્ગો પંચાયતો જેવી સંસ્થાએ બેરીકેટ મુકી બંધ કરી દેવા પણ ફરમાન કરવામાં આવેલ છે.

(5:40 pm IST)