Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સાબરકાંઠામાં કોરોનાના પોઝિટિવ વ્યક્તિ સામે ટ્રાવેલિંગ હિસ્ટ્રી છૂપાવવા બદલ નોંધાઇ ફરિયાદ

હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

હિંમતનગર : રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે ગઇકાલે સાબરકાંઠાના હિંમતનગર ખાતે એક પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જેને લઇને આજે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં કોરોનાના પોઝિટિવ વ્યક્તિ સામે ટ્રાવેલિંગ હિસ્ટ્રી છુપાવવા બદલ ફરિયાદ નોંધાઇ છે.

હિંમતનગરના કોરોનાના પોઝિટિવ દર્દી નરેન્દ્રસિંહ ચૌહાણ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં તેઓ દ્વારા તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી છુપાવવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.

જો કે સાબરકાંઠામાં કોરોનાનો કેસ પોઝિટિવ આવતાં તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. કલેકટરે લોકડાઉન મુદ્દે કડક પાલનના નિયમ લાગુ કર્યા છે. જેમાં લેખિત પરવાનગરી વગર અવરજવર પર પ્રતિબંધ, જિલ્લામાંથી બહાર જવા કે પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(12:33 pm IST)