Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લોકડાઉનના લીરા ઉડાવી ખૂલ્લેઆમ જુગાર કલબ શરૂ કરીઃ ૧૩ પિંજરે પુરાયા

ગજબના છે ને ? કોરોનાની ઐસી કી તૈસી.. જુગટુ વધુ વ્હાલુઃ મકાન માલીક સરફરાઝરફીક પણ ઝડપાયોઃ સવા લાખની મત્તા કબજે

  સુરતઃ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરાયું છે અને શહેરમાં ૧૪૪ની કલમ લગાવી દેવાની સાથે ચાર કે ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે લાલગેટ સીંધીવાડ વિસ્તારમાં લોકડાઉનનો છડેચોક ભંગ કરી જુગારની કલબ શરુ કરી મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા બેઠા હતા. પોલીસે જુગારની કલબમાં રેડ પાડી ૧૩ જણાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા ૧.૩૪ લાખ કબજે કર્યા હતા.

 લાલગેટ પોલીસના જણાવ્યા મુજબ લાલગેટ સીંધીવાડ જુમ્મા મસ્જિદની પાસે ટાઈટન વોચની દુકાનના ઉપરના મકાનમાં સર્વેલન્સ સ્ટાફના માણસોએ રેડ મકાન માલિક સરફરાઝ રફીક ઝુમેઝા, મોહમંદ સુફિયાન ઉર્ફે બીલાલ મોઈન મેમણ, યુસુફ ઉમર હોટલવાલા, સુલમાન હનીફ સોપારીવાલા, ઈમરાન સુલેમાન સિંધી, સલીમ સફી ફનીવાળા, રફીક કાદર મિરઝા, મોહમંદ ફારૂક રંગવાલા, અબ્દુલ રહેમાન ફારૂક પટેલ, વસીલ અબ્દુલ રઝાક, સોહીલ મોહમંદ હાજી દાઉદ, ફેઝાન ઝવેરી અહમદ ઝવેરી, અને સાહીલ અહમદ મોહમંદ સલીમ ફ્રુટવાલા જુગારને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૧,૩૪,૫૪૦ કબજે કર્યા હતા.

(11:46 am IST)