Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનના 114 કેસ: કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 179 થઇ : 16 લોકોના મોત

કુલ 138 ને હોસ્પિટલમાં રાખ્યા : 136 લોકો સ્ટેબલ 2 વેન્ટીલેટર ઉપર:25 લોકોને રજા આપી દેવાઈ

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના 179 કેસ થઈ ગયા છે. બે લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. વિદેશની હિસ્ટ્રી વાળા 33 કેસ, લોકલ ટ્રાન્સમિશન 114 કેસ થયા છે. કુલ 138 ને હાલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. 136 લોકો સ્ટેબલ 2 વેન્ટીલેટર ઉપર છે. 25 લોકોને રજા આપી દેવામાં આવી છે .

કુલ પોઝિટિ કેસ 179

કુલ 138 ને હાલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. 136 લોકો સ્ટેબલ 2 વેન્ટીલેટર ઉપર છે. 25 લોકોને રજા આપી દેવામાં આવી.

  રાજ્યમાં બેના મોત થયા છે જામનગરમાં 14 મહિનાનું બાળકનું મોત થયું છે. સુરતના 65 વર્ષના પુરૂષનું પણ મોત થયું છે.

  રાજ્યમાં કુલ કેસ 179 થયા છે જેની યાદી આ મુજબ છે 

અમદાવાદ 83

સુરત 23

રાજકોટ 11

વડોદરા 13

ગાંધીનગર 13

ભાવનગર 16

કચ્છ 2

મહેસાણા 2

ગીર સોમનાથ 2

પોરબંદર 3

પંચમહાલ 1 કેસ

પાટણ 5

છોટા ઉદેપુર 1

જામનગર 1

મોરબી 1

આણંદ 1

સાબરકાંઠા 1

વિદેશની હિસ્ટ્રી વાળા 33 કેસ, લોકલ ટ્રાન્સમિશન 114 કેસ થયા છે.

(10:34 am IST)