Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજ્યમાં વધુ 4 કોરોના પોઝિટિવ :ભાવનગર, વડોદરા અને સુરતમાં વધ્યા કેસ :કુલ કેસનો આંકડો 179 થયો

રાજ્યમાં 138 કેસ એક્ટિવ: 136 સ્ટેબલ છે જ્યારે 2 દર્દી ક્રિટિકલ એટલે કે વેન્ટીલેટર પર છે : કરજણ પંથકમાં પૌઢનું મોત : રિપોર્ટ આવવો બાકી

રાજ્યમાં આજે પણ વધુ 4 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 2 ભાવનગરમાં, 1 સુરતમાં અને 1 વડોદરામાં નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં બે દર્દીના મોત થયા છે. હાલ રાજ્યમાં 138 કેસ એક્ટિવ છે અને સારવાર હેઠળ છે. તેમાં 136 સ્ટેબલ છે જ્યારે 2 દર્દી ક્રિટિકલ એટલે કે વેન્ટીલેટર પર છે

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં 4 નવા કેસ સામે આવ્યા છે
કોરોનાના બે દર્દીના મોત, જામનગરમાં 14 માસના બાળકનુ મોત, સુરતમાં એક વૃદ્ધ 136 જેટલા સ્ટેબલ છે, 2 લોકો વેન્ટીલેટર છે અને 25 લોકો ડિટ્ચાર્જ થઈ ગયા છે.ચારેય કેસ લોકલ ટ્રાન્સમીશનના છે.

વડોદરાના કરજણ તાલુકામાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત થયુ છે. આ દર્દીનો કોરોનાનો રિપોર્ટ આવવાનો બાકી છે. કરજણના 58 વર્ષીય પ્રૌઢને ગોત્રી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા..અને વહેલી સવારે પ્રૌઢનું મોત થયુ.જોકે રિપોર્ટ આવવાનો બાકી છે.

(10:32 am IST)