Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લોકડાઉનને લઇને ઉદાસીન લોકો સામે ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા લાલઘૂમ

લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર સામે પગલા લેવાશ : પોલીસની મદદમાં એનસીસી* એનએસએસના યુવાનોને જોડવામાં આવ્યા : ક્લસ્ટર ક્વારનટાઈનનો કઠોર અમલ

અમદાવાદ,તા. : લોકડાઉનનો ગાળો ચાલી રહ્યો છે. લોકડાઉનને લઇને હજુ પણ ઘણા લોકો ઉદાસીન વલણ અપનાવી રહ્યા છે. લોકડાઉનનો ઉલ્લંઘન કરી રહેલા લોકો સામે લાલઆંખ કરતા ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે કહ્યું હતું કે, ઘણા લોકો હજુ પણ જાહેરમાં નજરે પડી રહ્યા છે. જાહેર આરોગ્યના હિતમાં પ્રકારના લાપરવાહ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં દેખાતા તત્વોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરતા ડીજીપીએ કહ્યું હતું કે, કોરોનાના કહેરની પરિસ્થિતમાં લોકડાઉન સહિતની કામગીરીમાં પોલીસની સાથે હવે એનસીસી અને એનએસએસના યુવાનોને પણ પોલીસખાતામાં જોડીને કામગીરી કરવામાં આવશે. હાલ ગુજરાતમાં કડક રીતે ક્લસ્ટર ક્વોરન્ટાઈનનું વિસ્તારની દેખરેખ રખાઈ રહી છે.

         સાથે શહેરો અને ગામડાઓ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. સાથે તેમણે તાકીદ કરી હતી કે, પોલીસકર્મીઓ ૧૨* ૧૨ કલાકની અવિરત ડ્યુટી કરી રહ્યા છે. એમને સમજો તો સારૂ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે પોલીસએનસીસીના ૨૬૯૮, એનએસએસના ૨૦૩૪ કેડર પોલીસ સાથે જોડાશે. પોલીસકર્મીઓ સ્વસ્થ રહે તે પણ જરૂરી છે. પોલીસકર્મીઓની આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસકર્મીમાં લક્ષણો દેખાય તો અધિકારીનો સંપર્ક કરે. કડક શબ્દોમાં પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યુ હતુ કે, ક્લસ્ટર ક્વોરોન્ટાઇનવાળા વિસ્તારમાં કડક કાર્યવાહી કરાશે. લોકો પુરતો સહકાર આપે તે ઇચ્છનીય છે. ગ્રામ્ય વિસ્તારમાં તકેદારીના યોગ્ય પગલા લેવાઇ રહ્યાં છે. પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે.

        ગ્રામ્ય વિસ્તારમાં શહેરમાંથી આવેલા લોકોને ક્વોરોન્ટાઇન કરાય. શહેરથી ગામમાં આવેલા લોકો વડીલોના સંપર્કમાં આવે. લોકડાઉનના ચુસ્ત અમલ માટે ડ્રોન અને સીસીટીવીનો વધુમાં વધુ ઉપયોગ થઇ રહ્યો છે. ડ્રોન ફુટેજથી ૨૦૯૪ ગુનાઓ દાખલ કરાયા છે. ૫૧૬૮ લોકોની ધરપકડ કરાઇ છે. સીસીટીવી ફૂટેજના આધારે ૩૦૭ ગુના દાખલ, ૬૨૮ લોકોની ધરપકડ કરવામાં આવી છેતેમણે ધાર્મિક કામ માટે ભેગા થાઓ તેવી અપીલ પણ કરી હતી અને ચીમકી આપી હતી કે, કોઈ પણ જગ્યાએ માણસ ભેગા થશે તો સખત કાર્યવાહી થશે. તેમણે જનતાને નમ્ર અપીલ કરી કે, પોલીસ અવિરત કામ કરી રહી છે. ૧૨* ૧૨ કલાકની પોલીસકર્મીઓ ડ્યુટી કરી રહ્યા છે.કોરોનાના જોખમ છતાં ફરજપર તૈનાત છે. તેમને સમજોઅને તમે લોકડાઉનનો અમલ કરો.

પોલીસની કાર્યવાહી....

અમદાવાદ, તા. : ગુજરાતમાં લોકડાઉનના ગાળા પોલીસ દ્વારા પણ નિયમિતરીતે પગલા લેવામાં આવી રહ્યા છે. પોલીસ જવાનો આક્રમકરીતે હવે સક્રિય થયા છે. પોલીસ કાર્યવાહી નીચે મુજબ છે.

ડ્રોન ફુટેજથી ગુનાઓ

૨૦૯૪

લોકોની ધરપકડ કરવામાં આવી

૫૧૬૮

સીસીટીવી ફુટેજ આધારે ગના

૩૦૭

સીસીટીવી ફુટેજ આધારે ધરપકડ

૬૬૮

(10:05 pm IST)