Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સુરતથી નર્મદામાં પોતાના ઘરે આવેલા વ્યક્તિએ હોમ કોરોન્ટાઇનનું પાલન ન કરી બહાર નીકળતા ગુનો દાખલ

નાંદોદના પ્રતાપરાના યોગેશભાઇ વસાવા સુરતથી આવ્યા બાદ ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇન મા હતા છતાં બહાર ફરતા હોય તેમની સામે ગુનો દાખલ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં અત્યારસુધી એક પણ કોરોના પોજેટિવ કેસ નથી આરોગ્ય વિભાગ સતત નજર રાખી જરૂરી કામગીરીમાં જોતરાયું છે તેવામાં અન્ય જિલ્લાઓમાંથી નર્મદામાં આવતા કેટલાય લોકો ને કોરોન્ટાઇનમાં રખાયા છે એ બાબત સૌ માટે અત્યંત જરૂરી અને અગત્યની હોવા છતાં અમુક લોકો તેની ગંભીરતા ન સમજતા આખરે તંત્ર કડક પગલાં લેતું હોય તેવીજ ઘટના હાલ નાંદોદના પ્રતાપપરામાં સામે આવતાએ વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
          પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપપરા ગામમાં રહેતા યોગેશ ભાઈ અમૃતભાઈ વસાવા(૨૯)હાલમાં સુરત શહેરમાંથી પરત પોતાના ઘરે પ્રતાપપરા આવ્યા હતા અને તેમને ૧૪ દિવસ માટે તેમના ઘરે હોમ કોરોન્ટાઇનમાં રહેવા આરોગ્ય વિભાગે જણાવ્યુ હોવા છતાં હાલની વૈશ્વિક મહામારી બિમારી કોરોના વાઇરસનો ફેલાવો તેઓ તરફથી થવાની સંભાવના રહેલ હોવાની જાણકારી હોવા છતા પોતાની જવાબદારી અને ફરજમાં ચુક કરી પોતાના ઘરેથી નિકળી ગુજરાત સરકારના જાહેરનામાનો ભંગ કરતા આમલેથા પો.સ્ટે.માં તેમની સામે તરોપા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ.જાગૃતિબેન વસાવાએ ફરિયાદ આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(9:23 pm IST)