Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ગુજરાતના રાજકારણમાં મોટી નવાજૂનીનાં એંધાણ : મુખ્યમંત્રી રૂપાણીએ સાંજે તાકીદની બેઠક બોલાવી

સીનિયન મંત્રીઓની બેઠકમાં ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા :અલ્પેશ ઠાકોર મામલે ચર્ચા !

અમદાવાદ :ગુજરાતના રાજકારણમાં મોટી નવાજૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે આજે એક પછી એક કોંગ્રેસના બે દિગ્ગજ ધારાસભ્યોએ  રાજીનામું આપી દેતા ભારે ચર્ચા જાગી છે. ચર્ચા મુજબ હજુ પણ કોંગ્રેસના કદાવર નેતાઓ પાર્ટી સાથેનો છેડો ફાટવાના છે  જેમાં ઠાકર સેનાના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં જોડાશે તેવી વાત વહેતી થઇ છે.

 

    દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ આજે સાંજે તાત્કાલિક ભાજપના સીનિયન મંત્રીઓની બેઠક બોલાવી હતી. બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા

 

 . કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં અલ્પેશ ઠાકોરને લઇને ચર્ચા થઇ હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવવા માટે મધ્યસ્થિ કરી શકે છે

   ગુજરાત રાજકારીઓમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું સિક્રેટ મિશન ચાલી રહ્યું છે, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ભાજપમાં ખેચી કમર તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક તરફ ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું પડી રહ્યું છે

  બીજી બાજુ ચાર દિવસ બાદ ગુજરાતમાં અમદાવાદ ખાતે કોંગ્રેસની CWC યોજાનાર છે, જેમાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના ટોચના તમામ નેતાઓ હાજર રહેશે. એવામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષથી લઇને વિપક્ષ નેતાની ચિંતા વધી ગઇ છે. એવામાં જો અલ્પેશ ઠાકોર પક્ષ છોડશે તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે

 

(11:34 pm IST)