Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

બોગસ માર્કેશીટના આધારે નવ વ્યકિત વકીલ બની ગયાઃ પોલીસમાં ફરીયાદ

અમદાવાદ, તા.૮:- સર્ટિફિકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેકિટસ (વેરિફિકેશન)રૂલ્સ ૨૦૧૫ હેઠળ વકીલાતના ફોર્મ સાથે માર્કશીટની નકલો સામેલ કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજૂ કરવાના હતા. જેની ચકાસણી કરાવતા વધુ નવ વકીલો બોગલ માર્કશીટોના આધારે વકીલ બન્યા હોવાનું બહાર આવતા સોલા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં નવમાંથી આઠ બોગલ વકીલ સુરતના હોવાનું બહાર આવ્યું છે. આ અગાઉ ૧૫ વકીલો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ચેરમેન દીપેન દવે, અનિલ કેલ્લા અને ગુલાબખાન પઠાણ પોલીસ કનિશનરને મળ્યા હતા. બાદ સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ઇન્ચાર્જ સેક્રેટરી પુરષોતભાઇ પરમારની ફરિયાદ મુજબ જયકુમાર જશુભાઇ ચૌધરી, ઉર્વશી ધીરજલાલ ખોલિયા, પીજાબેન કનુભાઇ રાવલ, મેહુલ સુરેશભાઇ ચાંપાનેરિયા, રજની નારણભાઇ હરખાણી, કિરપાલસિંહ વિરેન્દ્રસિંહ રાઠોડ, શંકર હીરાભાઇ ભોઇ, સાગર દિલીપકુમાર ઠકકર, દીપકકુમાર ઉકાભાઇ ડુંગરાણીએ બોગલ માર્કશીટોની ચકાસણી કરાવતા બોગલ હતી.

(11:53 am IST)