Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

પ્રધાન પદ આપવા સુધીની લાલચ પરંતુ હું જનતાનો વિશ્વાસ નહિ તોડું :ભાજપના નહિ જોડાઉં : કિરીટ પટેલ

પક્ષ પલટો કરવાની લાલચ અને ધમકી મળી રહી હોવાનો ગંભીર આરોપ

 

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાની વાત વચ્ચે કોંગ્રેસમાં ફરી પક્ષ પલટાના એંધાણ છે. ત્યારે પાટણના ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવતા કહ્યુ છે કે, પક્ષ પલટો કરવાની લાલચ અને ધમકી મળી રહી છે.

  કોગી ધારાસભ્ય કિરીટ પટેલે દાવો કર્યો છે કે પ્રધાન પદ આપવા સુધીની લાલચ આપવામાં આવે છે. પરંતુ જનતાનો વિશ્વાસ નહી તોડું તેવો તેમણે દાવો કર્યો છે. તેમણે કહ્યુ કે હું ભાજપમાં જોડાઈશ તેવી ચર્ચાઓ ચાલે છે. પરંતુ તે માત્ર અફવા છે

(8:51 am IST)