Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વડોદરાના પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નવ દિવસથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ જતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા આઠ દિવસથી ઘરેથી જતો રહ્યો છે.બે દિવસ સુધી  પરિવારે તપાસ કરવા છતાંય તેનો  કોઇ પત્તો નહી લાગતા છેવટે બાપોદ  પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.પરંતુ,હજીસુધી તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.બાપોદ પોલસની તપાસથી નારાજ પરિવારજનો આજે પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા ગયા હતા.

બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા કમલેશભાઇ વસાવા છેલ્લા ૧૦ વર્ષથી વડોદરા પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં નોકરી કરે છે.ગત તા.૩૦ મી રાતે સાડા બાર વાગ્યે હું નીચે જઇને આવું છું.તેવું કહીને ઘરેથી નીચે ઉતર્યા પછી તેઓ બાઇક લઇને  ગયા હતા.ત્યારબાદ તેઓ ઘરે પરત નહીં આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.પરંતુ,કમલેશભાઇનો પત્તો નહીં લાગતા છેવટે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણ કરી હતી.સાત દિવસ સુધી પણ બાપોદ પોલીસ કમલેશ વસાવાને શોધી નહીં શકતા ચિંતાતુર પરિવારજનો આજે પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા.

(7:04 pm IST)