Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

કબૂતરબાજીના મુખ્ય સૂત્રધાર બોબી પટેલને ઝટકો : ગ્રામ્ય સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી

કોર્ટે ટાંક્યુ છે કે કેસની તપાસ ચાલુ હોવાથી જામીન આપી શકાય નહીં

અમદાવાદ : કબૂતરબાજીના મુખ્ય સૂત્રધાર બોબી પટેલે કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજી હતી.ગ્રામ્ય સેશન્સ કોર્ટે આ અરજી ફગાવી છે. કોર્ટે ટાંક્યુ છે કે કેસની તપાસ ચાલુ હોવાથી જામીન આપી શકાય નહીં.

 સમગ્ર મામલે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બોબી પટેલ સહિત તેના 18 સાગરિતો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, મુંબઈ, દિલ્હી અને અમેરિકાના એજન્ટો સામે ફરિયાદ થઈ હતી. બોબી પટેલ પાસેથી 79 પાસપોર્ટ મળ્યા હોવાની સરકારની રજૂઆત હતી. પાસપોર્ટ બનાવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.

ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના કબૂરબાજીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલની ચાંદલોડિયા ખાતેની ઓફિસમાંથી મળી આવેલા 79 પાસપોર્ટમાંથી 5 પાસપોર્ટ નકલી હોવાનું પુરવાર થયું છે. જેના આધારે બોબી સહિત અમદાવાદના 4, ગાંધીનગરના 4, મુંબઈના 3, દિલ્હીના 5 અને અમેરિકાના 1 વ્યક્તિ મળીને 18 લોકો સામે વધુ એક ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે

(11:46 pm IST)