Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મધરાત્રે નડિયાદ નગરપાલિકાની ઓટો વિભાગની ઓફિસમાં અચાનક ભીષણ આગ ભભુકી: ચકચાર

આગમાં તમામ ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજો, ફાઈલો અને ફર્નિચર બળીને ખાખ

નડિયાદ નગરપાલિકા કચેરીના ઓટો વિભાગની ઓફિસમાં મધરાતે આગ ભભૂકી ઉઠી. આ દુર્ઘટનામાં ઓટો વિભાગના તમામ દસ્તાવેજ, ખુરશીઓ અને ફર્નિચર બળીને રાખ થઈ ગયું. ઓટો વિભાગના મોટાભાગના વાહનોના રેકર્ડ, હિસ્ટ્રી રજીસ્ટર અને R.C. બુક બળી ગયા છે.

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ત્વરિત કાબૂ મેળવી લીધો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. મોડી રાત્રે શોર્ટ સર્કિટ થઈ હોવાનું અનુમાન છે. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેમાં સંપૂર્ણ ઓફિસ બળી ગઈ હતી.

 

નડિયાદ નગરપાલીકામાં આવેલ ઓટો વિભાગની ઓફિસમાં આગ લાગી હોવાનું ધ્યાને આવતાં કર્મચારીઓ દોડતાં થઈ ગયા હતા. આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગ બંધ ઓફીસમાં અગાઉ કેટલાક કલાકોથી લાગેલ હોવાના કારણે ઓટો વિભાગની ઓફિસના તમામ ડોક્યુમેન્ટ્સ સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયા હતા.

ReplyReply to allForward

(11:39 pm IST)