Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

તિલકવાડા પોલીસે વજેરીયા ગામના બસ સ્ટેશન પાસેથી ફોર વ્હીલ ગાડીમાં લવાતો અંગ્રેજી દારૂ ઝડપી પાડયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરિયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે એક શખ્શને ઝડપી ગુનો દાખલ કર્યો છે
  મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે મળેલી બાતમીના આધારે વાજેરિયા ગામ પાસે વોચ રાખી ત્યાંથી પસાર થતી નેનો ગાડીને અટકાવતા પ્રકાશભાઇ રણજીતભાઇ ગાંધી (રહે- મહાદેવ ચોક કીશનવાડી આજવા રોડ વડોદરા શહેર) નાઓએ પોતાના કબ્જાની સિલ્વર કલરની ટાટા કંપનીની નેનો ફોરવ્હીલ ગાડી નંબર જી.જે.૦૬.ડી.બી-૬૭૫૬ માં ગે.કા. ઈંગ્લીશ દારૂ, વ્હીસ્કીની પ્લાસ્ટીક ની કંપની બોટલ નંગ- ૧૨ જેની કિ.રૂ.૪૮૦૦-તથા વ્હીસ્કીની કાચની બોટલ પેટી નંગ-૧૯ જે એક પેટીમાં ૪૮ નંગ લેખે કુલનંગ-૯૧૨ કવાટર કિ.રૂ.૯૧,૨૦૦ મળી કુલ કિ.રૂ.૯૬,૦૦૦નો મુદ્દામાલ પોતાના કબજાની સિલ્વર કલરની ટાટા કનપનીની નેનો ફોરવ્હીલ ગાડી નંબર જી.જે.૦૬.ડી.બી- ૬૭૫૬ કિ.રૂ. ૫૦,૦૦૦માં મધ્ય પ્રદેશ રાજયના છકતલા ગામના કોઈ અજાણ્યા ઈસમ પાસેથી વેચાણ કરવાના ઈરાદે લાવી તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦ સાથે કુલ કિ.રૂ.૧,૫૧,૦૦૦નો મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો હતો

(10:31 pm IST)