Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સાગબારાના કોડબા ગામ પાસેથી રૂ.17 લાખથી વધુનાં દારૂનાં મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડતી LCB, નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :પ્રશાંત સૂંબે પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો ઉપર વોચ રાખી જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નાબુદ કરવાની સુચનાનાં કરતા જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓને બાતમી મળેલ કે, એક કેસરી કલરનો આઇસર ટેમ્પો નં. જી.જે.-૩૧-ટી-૪૯૬૨માં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલ હોય જેથી એલ.સી.બી.ના પો. સ.ઇ. એલ.સી.બી. ટીમ સાથે ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં ચોરીની તપાસમાં હોય તેમને બાતમીથી વાકેફ કરતા તેઓ તેમની ટીમ કોડબા ગામના બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી આ આઇસર ટેમ્પો આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર નામ-ઠામ પુછતા તેમણે પોતાનું નામ સિધ્ધાર્થ મુકેશભાઇ તડવી (રહે.દરબાર રોડ,વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે, રાજપીપલા, જી.નર્મદા ) તથા સાથે બેસેલ શખ્શનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ મલેક રમીઝખાના નાસીરખાન (રહે.આરબ ટેકરા,દરબાર રોડ, રાજપીપલા ) હોવાનું જણાવેલ. તેમજ ટેમ્પાની ઝડતી કરતાં ઇગ્લીશ દારૂના બોક્ષ સંતાડીને હેરાફેરી કરતાં જણાઇ આવતા હોય ઇગ્લીશ દારૂના બોક્ષ તથા અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૧૭,૬૧,૬૫૦નો મુદ્દામાલ કબજે કરી સાગબારા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો

(10:26 pm IST)