Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

હાર્દિક પટેલે ચૂંટણી લડવા સોશ્યલ મીડિયામાં પોલ કરાવ્યો બે કલાકમાં 72 ટકાએ કર્યો સપોર્ટ :છ હજાર લોકોએ વોટ કર્યાઃ ૭૨ ટકા લોકોએ કહ્યું ચૂંટણી લડવી ગુન્હો નથી

અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલે  લોકસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. જોકે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. હાર્દિકે પહેલીવાર લોકસભા ચૂંટણી લડવાની સ્પષ્ટ જાહેરાત કરી છે જેના પાસના આગેવાનોમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા હતા અાજે સોશિયલ મીડિયામાં એક પોલ ક્રિએટ કર્યો છે

  જેમાં હાર્દિકે લખ્યું છે કે, એક સવાલ અને આપના સાચા જવાબની આશા રાખું છું. મેં ચૂંટણી લડવાનું વિચાર્યું પણ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે? પોલમાં 72 ટકા લોકોએ હાર્દિકને ચૂંટણી લડવા માટે સપોર્ટ કર્યો છે. જ્યારે ૨૮ ટકા લોકોએ હાર્દિકના પ્રશ્નના પ્રતિભાવમાં ચૂંટણી લડવીએ ગુન્હો છે તેમ પણ કહ્યું હતું.

   આમ હાર્દિકે ક્રિએટ કરેલા પોલમાં તેને હકારાત્મક પ્રતિભાવો આપ્યા છે. ગઇકાલે હાર્દિકને 2 કલાકમાં 6 હજાર લોકોએ વોટ કર્યા હતા.

(3:35 pm IST)