Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

અમદાવાદના આનંદ નગરમાં પાડોશમાં રહેતા પ્રેમી સાથે ઘર માંડવા પરિણીતાએ પતિની હત્યાનું કાવતરું રચતા ચકચાર

અમદાવાદ:શહેરના આનંદનગર રાજ એપાર્ટમેન્ટમાં પાડોશમાં રહેતા પ્રેમી સાથે ઘર માંડવા પરિણીતાએ તેના પતિની હત્યાનું કાવતરું રચી અંજામ આપ્યો હતો. નિલેશ ગોસ્વામીની હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પૂજાએ છેલ્લી ઘડી સુધી પ્રયત્નો કર્યા હતા. કલાકોની પૂછપરછ બાદ પૂજા અને વેદાંગ પંચાલે સૂઈ રહેલા નિલેશના માથામાં બેઝબોલની સ્ટિકના ફટકા મારી તેમજ ઓશિકા વડે મોંઢુ દબાવી રાખી હત્યા કરી હોવાની કબુલાત કરી છે.

હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે લાશને પલંગમાંથી ખસેડીને બાથરૂમમાં લઈ જવાઈ હતી અને બાથરૂમમાં પડી જવાથી નિલેશનું મોત થયાની પોલીસ સમક્ષ પ્રથમ જાહેરાત કરાઈ હતી. જો કે, નિલેશના માથામાં થયેલી મલ્ટિપલ ઈન્જરીને જોતા પોલીસને પૂજા ઉપર શંકા ગઈ હતી. પૂજાએ શરૂઆતમાં નિલેશની એકલા હાથે હત્યા કરી હોવાની વાર્તા ઘડી કાઢી હતી.

(4:26 pm IST)