Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

રાજપીપળા ટાઉનહોલમાં નર્મદા જિલ્લા કિશાન મોરચાની કારોબારીમાં ખેડૂતો માટેની યોજનાઓ બાબતે માહિતી આપી

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લા કિશાન મોરચાની કારોબારી રાજપીપલા ટાઉન હોલ ખાતે યોજવામાં આવી હતી.આ કારોબારીમાં કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડો.અનિલ અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરા ખાસ ઉપસ્તિથ રહ્યા હતા.કિસાન મોરચાની કારોબારીમાં ડો.અનિલ દ્વારા કેન્દ્ર સરકારની ખેડૂતો માટેની યોજનો વિશે ખાસ માહિતી આપી હતી.મહિલા ખેડૂતોના જન ધન યોજના હેઠળ 500થી 1000 રૂપિયા સુધી જમા કરવામાં આવ્યા છે.જેના વિષે પણ વિસ્તૃત માહિતી આપી હતી

રાજ્યમાં કિસાન સૂર્યોદય યોજના દ્વારા વીજળી આપવા આવી રહી છે.રાજ્યમાં જ નહિ પણ સમગ્ર દેશના ગામડાઓમાં વીજળી પહોંચાડવાનું કામ પ્રધાનમંત્રી મોદીના માધ્યમથી થઈ ગયું છે.આવી અનેક યોજનાઓને લઈને આવનારા સમયમાં કિસાન મોરચાના કાર્યકર્તાઓ  લોકો સુધી વાત પહોંચાડશે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનો લોકો સુધી કેવી રીતે પહોંચે તેના પર વિસ્તૃત માહિતી આપી હતી.ગઈકાલે પંજાબ માં પ્રધાનમંત્રી ના કાફલા ને જે રીતે રોકવામાં આવ્યો તે બાબતે ને નર્મદા જિલ્લા ભાજપએ વખોડી કાઢ્યો હતો અને પંજાબના મુખ્યમંત્રીના રાજીનામાંની પણ માંગ નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી છે.
ડો.અનિલની સ્પીચ દરમ્યાન કિસાન મોરચાના પદાધિકારી દ્વારા ચિઠ્ઠી મોકલવામાં આવી કે દિવસે અગ્રિકલચરની વીજળી મળતી નથી તેના જવાબમાં ડો.અનિલએ સ્વીકાર કર્યો અને કહ્યું કે પ્રધાનમંત્રી પણ વિચારી રહ્યા છે કે ખેડૂતોને દિવસે વીજળી કેવી રીતે આપવી જોકે હાલ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂતોને રાત્રે વીજળી અપાઈ રહી છે જે ખેડૂતો માટે ખતરો પણ છે રાત્રે ખેડૂતોને ખટારામાં જવામાં સમસ્યાઓ ઉભી થઈ રહી છે રાતે ખેતરમાં કોણ ખેડૂત પાણી આપવામાં માટે જશે? ખેડૂતો માટે રાતે વીજળી મળે છે જે દિવસે મેળવી જોઈએ એ આખા દેશની સમસ્યા છે.

(11:44 pm IST)