Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

માત્ર ૪૦ દિવસમાં ૧૦૯૦૯ લાભાર્થીઓને લોન સહાયતા

બિનઅનામત નિગમની સક્રિયતા દેખાઈ : ૨૦૧૯-૨૦ના લાભાર્થી ૨૬૬૭૯ને કુલ ૧૭૧ કરોડથી વધુની લોનની સહાયતા : અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

અમદાવાદ,તા.૮ : ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની બોર્ડ બેઠક ચેરમેન બીએચ ઘોડાસરાના વડપણ હેઠળ મળી હતી. આ બેઠકમાં આયોગના ચેરમેન હંસરાજ ગજેરા, નિગમના વાઈસ ચેરમેન વીમલ ઉપાધ્યાય, ડિરેક્ટર કરણસિંહ ચાવડા, હિમાંશુ ખમાર, ડૉ. જગદીશ ભાવસાર, રૂપિન પરચીગર સહિત અધિકારીઓ અને નિગમના એમડી ઉપસ્થિત રહ્યા હતા. નિગમની બોર્ડ બેઠકની માહિતી આપતા ડિરેક્ટર ડૉ. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રઈ નીતિન પટેલ તેમજ સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ઈશ્વરસિંહ નિગમના ચેરમેન વાઈસ ચેરમેન એમડી ડાયરેક્ટર અને કર્મચારીઓ તેમજ જિલ્લામાં પથરાયેલી કચેરીઓના પરિશ્રમ થકી, હકારાત્મક અભિગમ થકી ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં ચાર જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં જુદી જુદી આઠ યોજનાઓના કુલ ૨૬૬૭૯ જેટલા લાભાર્થીઓને ૧૭૧ કરોડ, ૯૪ લાખ, ૫૧ હજારની સહાય તેમજ લોન આપવામાં આવી છે.

                  નિગમ તરફથી અપાતી સહાય પરત કરવાની હોતી નથી. લોન સ્વરૂપે મળેલ ધિરાણ નિર્ધારિત શરતોને આધારે પરત કરવાનું હોય છે. ગુજરાતમાં નિગમ આયોગ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સહિતના સ્વાવલંબન બનાવવા શિક્ષણની જ્યોતને પ્રસરાવવોના કાર્યક્રમોએ યુવાનોમાં ચેતનાનો સંચાર કર્યો છે. ગુજરાતની પ્રગતિ આગળ ધપાવી છે.  પરમારના માર્ગદર્શન હેઠળ નિગમ દ્વારા શિક્ષણ અને સમાજ કલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર કામગિરી કરાઈ રહી છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિદી માટે લોન અને સહાય અપાઈ રહી છે. નિગમની નવેમ્બર માસથી ચાર જાન્યુઆરી સુધી થયેલી કામગીરી સંદર્ભમાં ડૉ. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, જુદી જુદી ૭ યોજનાઓમાં આ ગાળા દરમિયાન ૧૦૯૦૯ લાભાર્થીઓને ૩૪ કરોડ, ૧૨ લાખ અને ૯૧ હજારની સહાય લોન આપવામાં આવી હતી. નિગમની નવેમ્બર માસથી ચાર જાન્યુઆરી સુધી થયેલી કામગીરી સંદર્ભમાં જગદીશ ભાવસારે વિગતવાર માહિતી આપી હતી. આંકડા પણ આપ્યા હતા.

યોજનાઓમાં સહાય...

અમદાવાદ, તા. ૮ : નિગમની નવેમ્બર માસથી ચોથી જાન્યુઆરી સુધી થયેલી કામગીરી સંદર્ભમાં આંકડા જારી કરાયા છે. ૧૦૯૦૯ લાભાર્થીઓને ૩૪ કરોડથી વધુની સહાય લોન આપવામાં આવી છે. ચિત્ર નીચે મુજબ છે.

યોજના

મળેલ અરજી

ચુકવેલ રકમ

ભોજન સહાય

૭૫૪૨

૮૯૮.૯૬

કોચીંગ (ધો.૧૧,૧૨) સાયન્સ

૧૪૧૫

૨૧૧.૫૮

કોચીંગ ( જી.નીટ)

૫૮૭

૧૧૩.૪૫

સ્પર્ધાત્મક પરીક્ષા સહાય

૧૧૬૭

૨૨૩.૩૩

વિદેશ અભ્યાસ લોન

૧૧૪

૧૬૪૭.૨૫

શૈક્ષણિક અભ્યાસ લોન

૫૪

૧૯૫.૬૩

સ્વરોજગાર લક્ષી લોન

૩૦

૧૨૨.૭૧

લાભાર્થી

૧૦૯૦૯

૩૪૧૨.૯૧

નોંધ : ચુકવેલ રકમમાં આંકડા લાખમાં છે.

(8:27 pm IST)
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાકીદની બેઠક બોલાવી છે. આવતીકાલે સીએમ નિવાસ સ્થાને બેઠક મળશે. એસસી, એસટી અને ઓબીસી ઉપરાંત જીએડીના અધિકારીઓ, કાયદાવિદોની બેઠક બોલાવી છે. માલધારીઓ અને એલઆરડીની મહિલાઓનો પ્રશ્ન બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. access_time 9:27 pm IST

  • ટ્રેઝરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયાઃ પગારદારો-બીલ મૂકનારામાં દેકારોઃ મોટો ટેકનીકલ ફોલ્ટને કારણે રાજકોટની તિજોરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયા પગારદારો-બીલ મૂકનારામાં દેકારો : બીલ અંગેની કામગીરી ઠપ્પ : ગાંધીનગર પણ જાણ કરાઇ : ફોલ્ટ નિવારવા મથામણ.. access_time 3:58 pm IST

  • ઈરાકના બે લોકેશન ઉપર ઈરાનમાંથી બે મિસાઈલો આજે સવારે છોડવામાં આવ્યા છે : વિગતો મેળવાઈ રહી છે : ઈરાકમાં આવેલ બે અમેરિકી લશ્કરી મથકો ઉપર ઈરાને ૨ મિસાઈલો જીકયા છે : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે બધુ સહી સલામત છે access_time 1:02 pm IST