Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

CAA ના સમર્થનમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાની રેલી: કહ્યું આ કાયદો દેશ હિતનો છે કોઈપણ નાગરિકને મુશ્કેલી થશે નહીં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : CAA ને લઈને હાલ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.બીજી બાજુ ભાજપ દ્વારા આ અંગે લોકજાગૃતિના કાર્યક્રમો થઈ રહ્યા છે.ગુજરાત ભાજપના સિનિયર ભાજપ સાંસદ ભરૂચ લોકસભાના મનસુખ વસાવે CAA,NRC ના સમર્થનમાં અને આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર મુદ્દે એક જાહેરસભાને સંબોધી હતી. બાદ એમની આગેવાનીમાં રાજપીપળા શહેરમાં જંગી રેલી નિકળી હતી.જેમાં ગુજરાત ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ મોતીસિંહ વસાવા, માજી વન રાજ્યમંત્રી શબ્દશરણ તડવી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

 મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે CAA એ દેશ હિતનો કાયદો છે,એ કાયદાને લીધે દેશના કોઈ પણ નાગરિકને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે.એ કાયદો દેશના કોઈ પણ નાગરિકને રંજડવા માટેનો કાયદો નથી.આ કાયદો ભારત દેશના મુસ્લિમોને હેરાન કરવા બનાવ્યો છે એવી વાતોથી લોકોએ દૂર રહેવું આવી વાતો ફક્ત લોકોને ગેરમાર્ગે દોરવા થતી હોય છે.મુસ્લિમોની વસ્તી દિન પ્રતિ દિન વધી રહી છે,એ કોમ હાલ પણ દેશમાં પ્રગતિ કરી જ રહી છે.આપણા પાડોશી દેશના હિન્દૂ, પારસી,જૈન,શીખ, ખ્રિસ્તી,બૌદ્ધ ધર્મના લોકો લઘુમતીમાં આવે છે તેઓ શરણાર્થીઓ કહેવાય આ કાયદો એમને નાગરિકતા આપવાનો છે.જેણે દેશ હિતમાં ક્યારેય કામ નથી કર્યું ફક્ત ભાગલા પાડો અને રાજ કરો નિતી અપનાવી છે એ જ લોકો આ કાયદાનો વિરોધ કરે છે.CAA કાયદા મુદ્દે વિપક્ષ મોદી અને અમિત શાહને ગાળો ભાંડે છે.

(7:50 pm IST)