Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગર-બોટાદ- ગિર સોમનાથ સહીત ગુજરાતના ૧૦૧ જેટલા આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલોની વિનંતી માન્ય રાખતા પોલીસ વડા શિવાનંદ ઝાઃ માંગણી મુજબના સ્થળે બદલીઓ

રાજકોટ : રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા રાજકોટ, સુરેેન્દ્રનગર, મોરબી ભાવનગર, બોટાદ, ગિર સોમનાથ, સહીત ગુજરાતના ૧૦૧ જેટલા આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલની તેઓની વિનંતી માન્ય રાખી તેઓની પારિવારીક મુશ્કેલીઓ વગેરે બાબતો ધ્યાને લઇ સીનીયોરીટી જતી કરવાની શરતે રાજયના વિવિધ જિલ્લાઓમાં બદલી કરતા હુકમો કરવામાં આવતા જરૃરીયાતમંદ પોલીસ સ્ટાફમાં હર્ષની લાગણી ફેલાઇ છે.  બદલીની વિગતેા નીચે મુજબ છે.

(9:48 pm IST)
  • ભારતીય અને બેઇજિંગ દૂતાવાસએ ભારતના બધા નાગરિકો (વ્યક્તિગત / જૂથ)ને, ભારત અને ચાઇના વચ્ચેના રાજદ્વારી સંબંધોની 70 મી વર્ષગાંઠની ઉજવણી માટે લોગો ડિઝાઇન કરવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. લોકોએ પોતાના ડીઝાઇન કરેલા લોગોની એન્ટ્રી press.beijing@mea.gov.in ઈમેઈલ પર તા. 20-01-2020 સુધીમાં પોતાના નામ, ઉમર, સંપૂર્ણ કોન્ટેક્ટ વિગત અને પોતે બનાવેલ લોગો ડીઝાઇનની ટૂંક વિગત સાથે મોકલવાની રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે. access_time 7:29 pm IST

  • વિદ્યાર્થીઓના સમર્થનમાં જેએનયુ પહોંચેલી દીપિકા પાદુકોણને લઈને કન્હૈયાકુમારે કહ્યું સારું થયું તે આવી પરંતુ મેં જોઈ નથી અને તેણી સાથે વાત કરી શક્યો નથી : મારી તેની સાથે મુલાકાત થઇ નથી: તે જેએનયુ છાત્રસંઘની અધ્યક્ષ આઈસી ઘોષને મળી access_time 1:24 am IST

  • ઈરાકના બે લોકેશન ઉપર ઈરાનમાંથી બે મિસાઈલો આજે સવારે છોડવામાં આવ્યા છે : વિગતો મેળવાઈ રહી છે : ઈરાકમાં આવેલ બે અમેરિકી લશ્કરી મથકો ઉપર ઈરાને ૨ મિસાઈલો જીકયા છે : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે બધુ સહી સલામત છે access_time 1:02 pm IST