Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

નર્મદા જિલ્લાના 4 લાખ કરતા વધુ રેશનકાર્ડ ધારકો અને લાભાર્થીઓ ગુણવત્તા વિનાનું અનાજ ખાવા મજબૂર

રાસનમાં મળતા ઘઉં,ચોખા દાળ અને ખાંડ તમામ નું લેબ ટેસ્ટિંગ કરીને લોકોને વિતરણ કરવા જોઈએ : રાજ્ય પુરવઠા નિગમ દ્વારા ગુણવત્તા વિનાનું અનાજ આવતું હોવાની બૂમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં 6 લાખની વસ્તી સામે 97,312 જેટલા રેશનકાર્ડ છે જેનો લાભ લઇ રહ્યા એવા 4,84,981 જેટલા લાભાર્થીઓ છે. ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આ રેશનકાર્ડ પર મળતા અનાજ પર નિર્ભર હોય છે. અને ગુજરાત પુરવઠા નિગમમાંથી આવતા અનાજના જથ્થાનો ઉપયોગ ભોજન બનાવવામાં કરે છે. પરંતુ આ અનાજ ઘઉં,ચોખા, ખાંડની એટલી ખરાબ ગુણવત્તા હોય છે કે ખાવાની હિમ્મત ના થાય તો નિગમ આવો હલકી ગુણવત્તા વાળો મોકલતા શું કામ હશે.અને જે આવે છે તેમાં પણ કવીન્ટલે બે ત્રણ કિલોની ઘટની વર્ષોથી આ સમશ્યા છે

 તાજેતરમાં સરકારનાં નિયમ મુજબ અનાજનો જથ્થો જે તે તાલુકાના ગોડાઉન પર આવ્યા બાદ દાળનાં સેમ્પલને ટેસ્ટિંગમાં મોકલવાનો હોય ત્યારબાદ આ સેમ્પલ પાસ થયા બાદ દુકાનદારોને આ જથ્થો અપવમાં આવે છે. જેમાં નવેમ્બર મહિનામાં રાજપીપળાનાં પુરવઠા ગોડાઉન પર આવેલી દાળ નાં બે વખત સેમ્પલ રિજેક્ટ થતાં દુકાનદારો ને જથ્થો નહિ મળતાં ગ્રાહકો સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મહિના નાં અંતમાં તાલુકાના અન્ય ગોડાઉન પરથી દાળ નો જથ્થો મંગાવી આપવામાં આવ્યો હતો. પરંતુ રાજ્ય પુરવઠા નિગમ ગાંધીનગર થી દાળ હોય કે ખાંડ ચોખા ઘઉં ના સેમ્પલો ચેક કરી ખાવા લાયક હોય તો જ મોકલતા હોય તો, રાજ્યને ડીઝીટલ બનાવવા માંગતા મુખ્ય મંત્રી પુરવઠા વિભાગને ઓનલાઇન કરી દીધું પણ અનાજની પધ્ધતિ જેવી હતી તેવીજ રાખી કેમ કોમ્પ્યુટરાઈઝ વીણીને સ્વચ્છ બનાવી એં વન કોલેટી અનાજ મોકલતા નથી. જેથી હવે ગ્રાહકોની માંગ વધી છે કે તમામ અનાજ ગુણવત્તા યુક્ત અને લેબોરેટરી ટેસ્ટિંગ માં પાસ થઇ ને આવવું જોઈએ એવી માંગ હવે ઉઠી છે.
નર્મદા જિલ્લાની વાત કરીએ તો હાલમાં નવેમ્બર મહિનામાં સતત બે વખત દાળ નો સેમ્પલ રિજેક્ટ થતા મહિનાનાં અંતમાં અન્ય તાલુકા માથી દાળ મંગાવી ફાળવવામાં આવી હતી,  ડિસેમ્બર મહિનો માટે એડવાન્સ રૂપિયા ભર્યા પણ હજુ દાળનો સેમ્પલ પાસ થયા બાદ દુકાનદારો ને દાળ અપાશે ડિસેમ્બર મહિનો શરૂ થયો ત્યારે નિયમ મુજબ એડવાન્સ માં દુકાનદારો અનાજ ની પરમીટ નાં રૂપિયા ભર્યા છે. ત્યારે આ મહિના માં દાળ સમયસર મળશે કે નહિ એ બાબતે હજુ અસમંજસ છે. એકબાજુ અનાજ માં ઘટ બીજીબાજુ સેમ્પલો માં મગજમારી,અનાજ ખરાબ, તૂટેલા કોથળા વેરાયેલું અનાજ અને  આ મહિનામાં પણ જો દાળ નો સેમ્પલ રિજેક્ટ થશે તો દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે માથાકૂટ થશે માટે આ વાતે કોઈ કાયમી ઉકેલ આવે અને કાર્ડ ધારકોને સમયસર જથ્થો મળે તે દિશા માં યોગ્ય આયોજન કરાઇ એ જરૂરી છે.
નર્મદા જિલ્લામાં 97,312 રેશનકાર્ડ અને 4.84 લાખ લાભાર્થીઓ
તાલુકો            રેશન કાર્ડ        લાભાર્થીઓ
સાગબારા       18,154            89,120
નાંદોદ            24,564           108,887
તિલકવાડા      10,533            53,180
ડેડીયાપાડા      28,919         162,996
ગરુડેશ્વર          15,142          70,781
 કુલ ...............97,312          4,84,981

(10:15 pm IST)