Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું- મતદારોનો રોષ મતમાં પરિવર્તિત થશે :એક્ઝિટ પોલ ખોટા પડશે

 . મતદારોનો આ રોષ મતદાનમાં કન્વર્ટ થશે તો સો ટકા પરિણામ ઉંધા પડશે

રાજકોટ જિલ્લાના કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ EXIT POLLને લઈને કહે છે કે, ભૂતકાળમાં પણ ઓપીનીયન પોલ ખોટા પડયા છે. ગુજરાતની જનતા મોંઘવારી, બેરોજગારી, સરકારી કર્મચારીઓના પ્રશ્ન, ખેડૂતોને પારા પર મુશ્કેલીઓ વેઠવાનો વારો તથા લોકોની અંદર આક્રોશનું વાતાવરણ આ સરકારની સામે છે. મતદારોએ મૌન રહીને મતદાન કર્યું છે. મતદારોનો આ રોષ મતદાનમાં કન્વર્ટ થશે તો સો ટકા પરિણામ ઉંધા પડશે અને ઓપીનીયન પોલ ખોટા પડશે. આવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.

વધુમાં તેણે કહ્યું કે, જો મતદારોનો રોષ મતમાં પરિવર્તિત થશે તો કોંગ્રેસ પાર્ટી 125થી વધારે બેઠક જીતશે. મતદારોનો રોષ અને આક્રોશ મત પેટીને અંદર સ્ટોર થઈ ગયો છે. જો આ આક્રોશ મતમાં પરિવર્તિત થશે તો કોંગ્રેસ પાર્ટીની વિજય થશે તેમાં શંકાને સ્થાન નથી. ભાજપની જ બે ટીમ ભાજપ અને આમ આદમી પાર્ટી છે. આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકવાનો પ્રયાસ કર્યો છે. પણ તેમાં તેમને સફળતા મળતી નથી. ઉલટાની ભાજપને તેની જ બી ટીમ નુકસાન કરી રહી છે જે 8મી તારીખે પરિણામ બતાવશે.

(10:49 pm IST)