Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

યુવતીની બિભત્સ તસવીરો ફોઈ અને ભાઈને મોકલી

સુરતના વરાછા વિસ્તારની ઘટના : યુવતીના ફોઈ અને માસીના દીકરાને યુવતીના બિભત્સ અને મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સ આવતા ચકચાર મચી ગઈ

સુરત,તા. : સુરતમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને મહિલા અને યુવતીઓ સાયબર ક્રાઇમનો ભોગ બની રહી છે તેવામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વરાછાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે. કિસ્સામાં યુવતી સાયબર ક્રાઇમનો ભોગ બની છે અને તેની તસવીરોને બિભત્સ, મોર્ફિંગ કરી અને અન્ય કોઈને નહીં પરંતુ તેના ફઈ અને માસીના દીકરાને મોકલવામાં આવી છે. તસવીરો જોઈને ચોંકી ઉઠેવલા સ્વજનોએ યુવતીને અંગે જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જોકે, ચોંકાવનારી બાબત છે કે તસવીરો જે સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી આવી છે તે એકાઉન્ટ પરથી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે અંગે ફરિયાદ નોંધી છે. બનાવની વિગત એવી છે કે વરાછામાં રહેતી એક યુવતીની બિભત્સ તસવીરો તેના માસીના દીકરા ઘનશ્યામ પર ઓનલાઇન ૧૨૩ નામના એકાઉન્ટ પરથી આવી હતી.

જોકે, તેમાં કેટલાક ન્યૂડ ફોટોગ્રાફ્સ અને વીડિયો હતા જે મોર્ફ કરેલા હતા. જોઈને તેણે યુવતીને જાણ કરી હતી. દરમિયાનમાં યુવતીને ફઈના સોશિયલ મીડિયા પર પણ પ્રકારની તસવીરો આવી હતી જેથી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે ઓનલાઇન ૧૨૩ એકાઉન્ટ પરથી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ આવી ચુકી હતી. યુવતીએ એકાઉન્ટ પરથી આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી નહોતી. દરમિયાનમાં થોડા દિવસો બાદ ભેજાબાજે વિકૃતિની મર્યાદાઓ ઓળંગતા યુવતીને બદનામ કરવાના હેતુથી આવું હલકું કૃત્ય કર્યુ હતું.

દરમિયાન યુવતી સાથે થયેલા સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાય ત્યા સુધીમાં તેની તસવીરો મોર્ફ કરનાર એકાઉન્ટનું નામ ઓનલાઇન ૧૨૩માંથી કેવલ ભીમાણી કરી દેવામાં આવ્યું છે. આમ કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક કોઈને ફસાવાના હેતુથી આવું કરી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

(7:24 pm IST)