Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

સાઈબર એકસપર્ટ મીત શાહનું નામ ગુજરાત બુક ઓફ રેકોર્ડસમાં નોંધાયુ

૬૦૦થી વધુ સાઈબર ક્રાઈમના મામલાઓમાં પોલીસની મદદ કરનાર

સુરતઃ સાઈબર ક્રાઈમ સાથે જોડાયેલ ૬૦૦ કેસ સુલજાવવામાં પોલીસની મદદ કરનાર સાઈબર એકસપર્ટ મીત શાહનું નામ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નોંધાયુ છે. છેલ્લા ૩ થી ૪ વર્ષોમાં મીતે સાઈબર ક્રાઈમના પેચીદા મામલાઓ સોલ્વ કરવામાં પોલીસની મદદ કરેલ. જેના કારણે પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકેલ.મીતે થોડા દિવસો પહેલા જ નાઈજીરીયન હેકર દ્વારા ઈટાલીની કંપની અને સુરતની ડાઈંગ મીલ માલિક વચ્ચે ૧૨ લાખની ગડબડીને ૩૫ દિવસની મહેનત બાદ સુલજાવેલ. આ રીતે જ ૩ વર્ષ પહેલા ૧૫ કરોડના હીરાની ચોરીના આરોપીઓને ગોતી કાઢેલ અને હીરા પણ જપ્ત કરાયેલ.

(2:49 pm IST)