Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

મહેસાણાના કડીમાં પશુ ઈલાજના મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ:તંત્રની ઘોર બેદરકારી

મહેસાણા: મહેસાણા જિલ્લાના કડીમાં પશુઓના ઈલાજનો સરકારી મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો હતો. જે અંગે તંત્રની બેદરકારી સામે આવી છે. કડીના ઊંટવા રોડ પરની બનેલી ઘટનામાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો હોવાનું જામવા મળ્યું છે. જે અંગે તંત્રની બેદરકારી હોવાનું જાણવા મળ્યું છે. સરકારી વેટરનરી મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો હતો. જેમાં ઉપયોગ કરાયેલા સિરિંજ- ઈન્જેક્શન સહિતનો વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવ્યો હતો. 15 જેટલી દવાની ખાલી બોટલ અને દવાઓના બોક્સ સહિત ઈન્જેક્શનોને જાહેરમાં ફેંકાતા તંત્ર માટે પણ પડકાર બન્યો છે

(10:36 am IST)