Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ડેડીયાપાડાના ગારદા ગામની શાળાનું મુખ્ય મંત્રીએ ખાતમુહૂર્ત કર્યાના 2 વર્ષ બાદ પણ શાળા જર્જરિત હાલતમાં

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ડેડિયાપાડા તાલુકાના ગારદા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલત માં 2 વર્ષ પહેલા 25 -12 -2018 ના રોજ ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પણ સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે હજુ કામ ચાલુ કરવા માટે મુહૂર્તની રાહ જોવાઈ રહી હોય તેમ શાળા હાલ જર્જરિત હાલતમાં એક લાકડાના ટેકે ઉભેલી છે.ત્યારે ક્યારેક કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો વાલીઓમાં ચર્ચાઈ રહ્યા છે. જોકે આ વર્ષે કોરોનાના કારણે હાલ સ્કૂલમાં રજા હોય બાળકોની જિંદગી સુરક્ષિત જણાય છે પરંતુ જ્યારે આ સ્કૂલ ચાલુ થશે તે પહેલાં કામગીરી પૂર્ણ કરાય તેવી માંગ ઉઠી છે.

(10:39 pm IST)