Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

અમદાવાદમાં અનોખો તિકડમ :ચાલુ લક્ઝરી બસમાં જૂગાર-દારૂની મહેફીલ :16ની ધરપકડ

રિંગરોડ પર બસને ફરતી રાખીને જુગાર રમાતો હતો ::બસની તલાસી લેતા દારૂની બોટલ મળી આવતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ PCBની ટીમે શહેરની ભાગોળે આવેલા રિંગ રોડ પર સાંઇ કૃપા ટ્રાવેલ્સ લખેલી લક્ઝરી બસને રોકી તલાસી હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન બસ અંદરથી 16 વ્યક્તિ મળી હતી સાથે 35 જેટલી દારૂની બોટલ મળી આવતા પોલીસને પણ અંદાજ આવી ગયો કે બસની અંદર જૂગાર અને દારૂની મહેફીલ ચાલી રહી હતી.

   અમદાવાદ રીંગ રોડ પરથી પોલીસ લક્ઝરી બસમાંથી 16 લોકોની ધરપકડ કરી  છે આ તમામ લોકો સામે અમદાવાદની PCBની ટીમે જૂગાર રમવાનો આરોપ લગાવ્યો છે હવે લક્ઝરી બસમાં જૂગારધામ આતો નવું આવ્યું. હા, પોલીસને કાનો કાન ખબર ન પડે તે માટે આરોપીઓએ લક્ઝરી બસને ફરતી રાખતા હતા. જેથી કોઇને શંકા પણ ન જાય.

(12:01 am IST)
  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • શેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST

  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST