Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

સાબરમતી જેલમાં આરોપીના બાથરૂમ પાસેથી મોબાઈલ મળી આવતા પૂછપરછ શરૂ

અમદાવાદ:સાબરમતી જેલમાં સર્કલ નજીક ના બાથરૂમ પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. જેલ કર્મચારીઓ એ કરેલી તપાસમાં બાથરૂમમાં ગયેલા એક કાચા કામના કેદીને વધુ શંકાસ્પદ જણાતા તેનું નામ પૂછવામાં આવતા તેનું નામ મહેશ ઉર્ફે લાલુ પરમાર હોવાનું બહાર આવ્યું હતું.  

આ અંગે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ મોબાઈલ ફોન તેનો પોતાનો છે અને જેલના કર્મચારી સુમનભાઈ ધોબી તેને ફોન પર વાત કરતા જોઈ ગયા હતા. મોબાઈલ ફોન પકડાઈ જવાના ડરથી બાથરૂમની પાછળના ભાગે ફેંકી દીધો હતો. રાણીપ પોલીસે મહેશ ઉર્ફે લાલો પરમારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:41 pm IST)