Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી પુરજોશમાંઃ સાઉથ કોરિયાથી મેટ્રો ટ્રેનના ૩ કોચ ૩૧મી સુધીમાં કચ્છના મુંદ્રા પોર્ટ ઉપર આવ્યા બાદ અમદાવાદ લવાશેઃ જાન્યુઆરીમાં ટ્રાયલ રન શરૂ

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં મેટ્રો રેલનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચે જાન્યુઆરી મહિનાથી ટ્રાયલ રન શરુ થવાની છે, ત્યારે સાઉથ કોરિયાથી મેટ્રોના ત્રણ કોચ અમદાવાદ માટે રવાના કરી દેવાયા છે.

31 ડિસેમ્બરે મુંદ્રા આવશે કોચ

કોચ હ્યુન્ડાઈ કંપની દ્વારા બનાવાયા છે, જેમને હ્યુન્ડાઈ રોટેમ લોકલ પોર્ટ ફેસિલિટી, સાઉથ કોરિયાથી મુંદ્રા પોર્ટ મોકલવામાં આવશે. 07 ડિસેમ્બરના રોજ કોચ સાઉથ કોરિયાથી નીકળી જશે, અને 31 ડિસેમ્બર સુધીમાં તે મુંદ્રા પોર્ટ આવી પહોંચશે. મુંદ્રાથી બાયરોડ તેમને અમદાવાદ લવાશે.

અમદાવાદ આવતા શરુ થશે ટ્રાયલ રન

કોચ રેડી ટુ યુઝ પોઝિશનમાં આવવાના છે, અને તેઓ અમદાવાદ પહોંચી જાય કે તરત તેમને ટ્રાયલ માટે ઉપયોગમાં લઈ શકાશે.

કુલ 40 કિમીનો મેટ્રો રુટ

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે કુલ 40 કિલોમીટર લાંબી મેટ્રો લાઈન નખાઈ રહી છે, જેમાં 33.5 કિલોમીટર હિસ્સો એલિવેટેડ જ્યારે સાડા કિલોમીટર અંડરગ્રાઉન્ડ હશે.

વસ્ત્રાલ-એપેરલ વચ્ચેનું મોટાભાગનું કામ પૂર્ણ

વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચેનું કામકાજ લગભગ પૂરું થઈ ચૂક્યું છે. એલિવેટેડ રુટ પર મેટ્રોના ટ્રેક પણ નખાઈ ચૂક્યા છે, ત્યારે કોચ આવી ગયા બાદ તરત ટ્રાયલ પણ શરુ થઈ જાય તેવી શક્યતા છે.

10,700 કરોડનો પ્રોજેક્ટ

અમદાવાદ મેટ્રો રેલવે પ્રોજેક્ટની કિંમત 10,700 કરોડ રુપિયા જેટલી છે, જેમાંથી જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (JICA) દ્વારા હજાર કરોડ રુપિયાની લોન અપાઈ છે. ઈસ્ટ-વેસ્ટ તેમજ નોર્થ-સાઉધ એમ બે કોરિડોરમાં કુલ 32 સ્ટેશનો હશે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરના પશ્ચિમ છેડા પરનો બે કિલોમીટર લાંબો વાયાડક પણ તૈયાર થઈ ગયો છે, જ્યારે અન્ય પર કામ ચાલુ છે.

સાબરમતી પર બનશે નવો બ્રિજ

મેટ્રો માટે સાબરમતી નદી પર ગાંધી બ્રિજ પાસે નવો બ્રિજ પણ બનાવાઈ રહ્યો છે, બ્રિજ પૂરો થતાં શાહપુર તરફ જતી મેટ્રો ટનલમાં દાખલ થશે, અને ટનલ બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે.

(5:04 pm IST)
  • ૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST

  • સ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST

  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST