Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વાપી નજીક છીરીમાં પાડોશી બે નરાધમોએ 12 વર્ષીય બાળાને હવસનો શિકાર બનાવતા અરેરાટી

વા૫ી: નજીકના છીરી ગામે ૧૨ વર્ષીય બાળકી પર નજીકમાં રહેતા બે નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજારતા પંથકમાં ચકચાર મચી છે. બાળકી નજીકમાં આવેલી દુકાને વેફર લેવા ગયા બાદ બે પૈકી એક યુવાન ડરાવી ધમકાવી પોતાના ફલેટ પર લઈ ગયો હતો અને અન્ય સાગરિત સાથે વારાફરતી બળાત્કાર ગુજારી બાળકીને પીંખી નાંખી હતી.  બે પૈકી એક હવસખોરની પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીના છીરી વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૨ વર્ષીય કામીની (નામ બદલ્યું છે) ગઈકાલે બપોરે ઘરેથી નજીકમાં આવેલી દુકાને વેફર લેવા ગઈ હતી. દુકાન પરથી પરત ઘરે આવતી હતી ત્યારે નજીકમાં આવેલી બિલ્ડીંગમાં રહેતો પંકજ વર્મા કામીનીને ડરાવી ધમકાવી પોતાના ફલેટ પર લઈ ગયો હતો. કામવાસનામાં ચકચુર બનેલા પંકજ વર્મા અને તેનો મિત્ર અમિતકુમાર નહેલપાલ સિંગે વારાફરતી કામીની પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ કામીની પોતાના ઘરે પહોચી હતી. કામીની ધુ્રસ્કે ધુ્રસ્કે રડતી હોવાથી પાડોશીએ કંપનીમાં નોકરી પર ગયેલા તેના માતા-પિતાને જાણ કરી હતી. 

(5:32 pm IST)
  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST

  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST

  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST