Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સુકો અને ભીનો કચરો સાથે આપનાર સામે પેનલ્ટી વસુલીને પગલા લેવાશે

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સુકો અને ભીનો કચરો સાથે આપનાર સામે પેનલ્ટી વસુલીને પગલા લેવાશે

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવેથી સૂકો અને ભીનો કચરો અલગ અલગ લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કારણે કોર્પોરેશન પાસે જમા થતા કચરામાં ધરખમ ઘટાડો થયો છે. એવરેજ કરતા ટ્રાન્સફર સ્ટેશન પર 20 ટકા ઓછો કચરો પહોંચે છે. દરરોજ અમદાવાદમાંથી 57 લાખ ઘરેથી ડોર-ટુ-ડોર કલેક્શનમાં સરેરાશ 2000 મેટ્રિક ટન ભીનો અને સૂકો કચરો કલેક્ટ કરવામાં આવે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, “કોર્પોરેશને કોન્ટ્રેક્ટર્સને સ્પષ્ટ સૂચના આપી છે કે તે જો ભેગો કચરો લઈ આવશે તો તેમને પેનલ્ટી થશે અને તેમની સામે પગલા ભરવામાં આવશે. કારણે અહીં 350 મેટ્રિક ટન ઓછો કચરો આવે છે.”

આગામી દિવસોમાં કલેક્શન વધશેઃ

પહેલા દિવસે કોર્પોરેશનમાં 125 મેટ્રિક ટન સૂકો કચરો આવ્યો. આંકડો વધીને 130 મેટ્રિક ટન પર પહોંચ્યો છે. કોર્પોરેશનનું માનવુ છે કે આગામી દિવસોમાં કચરો છૂટો પાડીને આપવાનું પ્રમાણ વધશે. દરમિયાન ઘણી સોસાયટીઓએ તેમના રહેવાસીઓને કચરો અલગ તારવવાનું જણાવ્યું છે. સેટેલાઈટમાં સ્વચ્છતા કર્મીઓએ રહેવાસીઓને માત્ર છૂટો પાડેલો કચરો લેવાનું જણાવ્યું છે. જો કે રહેવાસીઓ હજુ પણ AMC દ્વારા કચરા ટોપલી અપાય તેની રાહ જોઈ રહ્યા છે.

એક મહિનો કેમ્પેઈનઃ

કોર્પોરેશને ભીનો અને સૂકો કચરો અલગ અલગ લેવાનું ચાલુ કર્યું પહેલા એક મહિનો કેમ્પેઈન ચલાવ્યું હતું. તેમાં 40,000 જેટલા કોર્પોરેશનના કર્મચારીઓએ ઘર, ગાર્ડન અને જાહેર જગ્યાઓએ અંગે જાગૃતિ ફેલાવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, સૌથી વધારે છૂટો પડાયેલો (લગભગ 30,000 કિલો) કચરો વાસણા વિસ્તારમાંથી જમા કરાવાયો હતો. સૌથી વધુ ભીનો કચરો વટવા વિસ્તારમાંથી (2.3 લાખ કિલો) જમા થયો હતો. સૌથી ઓછો છૂટો પડાયેલો કચરો પોળ વિસ્તારમાંથી અપાયો હતો. ખાડિયા મટિરિયલ્સ રિકવરી ફેસિલીટીએ માત્ર 85,000 કિલો છૂટો પડાયેલો કચરો જમા કર્યો હતો. રખિયાલ વિસ્તારમાંથી 95,000 કિલો છૂટો પડાયેલો કચરો જમા કરાવ્યો હતો. વસ્ત્રાલમાંથી 1 લાખ કિલો કચરો જમા થયો હતો.

(5:07 pm IST)
  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST

  • અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાંથી બાળકને ઉઠાવી જનાર દીપડાએ બળદનો શિકાર કર્યો છેચાર દિવસ વીત્યા બાદ હજુ બાળકના અવશેષો પણ વનવિભાગને હાથ લાગ્યા નથી......વનવિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો વનવિભાગને આપી રહ્યો છે ખો.....બાળક બાદ બળદનો શિકાર થતા ફરી વનવિભાગે સક્રિય થયું છે જ્યારેદીપડાના ખોંફથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે access_time 3:57 pm IST