Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

મોદી ગુજરાતમાં કાલે ચાર વિકાસ રેલી કરશે

ઝંઝાવતી પ્રચારનો દોર યથાવતરીતે જારી રાખશે : ભાભર, કલોલ, હિંમતનગર અને નિકોલમાં જાહેરસભા કરશે : સવારે ૧૦.૩૦ વાગ્યાથી રેલીનો દોર શરૂ કરાશે

અમદાવાદ, તા.૭ : વડાપ્રધાન નરેન્દ્રી મોદી આવતીકાલે પણ ઝંઝાવતી પ્રચારનો દોર જારી રાખશે. બીજા તબક્કાની ચૂંટણીને લઇને મોદી ભાભર, કલોલ, હિંમતનગર અને નિકોલમાં જાહેરસભાઓ કરશે. ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, મોદી પ્રચારનો દોર યથાવતરીતે જારી રાખશે. પ્રચંડ મતદાન કરવા લોકોને અપીલ કરશે. રાજયમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબકકા માટે શનિવારના રોજ ૮૯ બેઠકો ઉપર મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવશે ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારે અમદાવાદ સહિત કુલ ચાર વિધાનસભા બેઠકો ઉપર જંગી જાહેરસભાને સંબોધિત કરશે.જેમાં અમદાવાદ શહેરની વટવા વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે.આ અંગે મળતી માહિતી અનુસાર,પોતાના ગૃહરાજયમાં સત્તા સતત ચોથી વખત ભાજપને મળે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે રાજયની વિવિધ વિધાનસભા બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ-૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ પહેલી વખત રાજયમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર અને પ્રવાસ કરવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન આવતીકાલે ૮ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ કલાકે ભાભરમાં જનસભાને સંબોધિત કરશે. આ પછી તેઓ બપોરે ૧૨.૩૦ કલાકે કલોલ ખાતે જાહેરસભાને સંબોધિત કરશે.

બપોરે ૨.૩૦ કલાકે તેઓ દ્વારા હિંમતનગર ખાતે જાહેરસભાને સંબોધિત કરવામાં આવશે.બપોરે ચાર કલાકે તેઓ અમદાવાદ શહેરની વટવા વિધાનસભા બેઠક ઉપર જાહેરસભાને સંબોધિત કરશે.આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે રાજયના વર્તમાન ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ચૂંટણીજંગમાં ઝુકાવવામાં આવ્યુ છે.આ સાથે ૯ ડિસેમ્બરને શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૯.૩૦ કલાકે લુણાવાડા ખાતે જાહેરસભાને સંબોધિત કરશે.બપોરે ૧૧.૦૦ કલાકે બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરશે.બપોરે ૧૨.૦૦ કલાકે આણંદ ખાતે જનસભાને સંબોધિત કરશે.જ્યારે બપોરે ૩.૦૦ કલાકે મહેસાણામાં જાહેરસભાને સંબોધિત કરશે.

મોદીના કાલના કાર્યક્રમ

         અમદાવાદ, તા.૭ : ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે કાલે કહ્યું હતું કે, ગુજરાતના ગૌરવ રાષ્ટ્રભક્ત વડાપ્રધાન મોદીની આવતીકાલે વિકાસ રેલીઓ યોજાનાર છે. બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે. તેમની રેલીઓ નીચે મુજબ છે.

સવારે ૧૦.૩૦ વાગે ભાભરમાં (એપીએમસીની સામે)

બપોરે ૧૨.૦૦ વાગે કલોલમાં (ગોપાલનગર તળાવ)

બપોરે ૨.૦૦ વાગે હિંમતનગર (મોદી ગ્રાઉન્ડ)

સાંજે ૪.૦૦ વાગે નિકોલ (ભક્તિ સર્કલ)

 

(8:43 pm IST)