Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

આણંદ: કરમસદમાંથી 51 હજારનો નકલી બીડીનો જથ્થો ઝડપાતા ચકચાર

આણંદ:જિલ્લાના વિદ્યાનગર તાબે કરમસદમાંથી નકલી બીડીઓનો જથ્થો ઝડપાયો હતો. મુળ પુનાની એક બીડીઓની કંપનીના અધિકારીએ બાતમીના આધારે કરમસદમાં તપાસનો દોર શરુ કર્યો હતો. આ સમયે એક ઈસમ સામે ડુપ્લીકેટ વસ્તુઓનું વેચાણ કરવાનો ગુનો નોંધાયો હતો.આ ઘટનામાં બે જુદાજુદા જથ્થાઓમાં મળી ૭૦ પેકેટ અને બે મળી કુલ ૭૨ પેકેટો કિંમત ૫૧,૩૫૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ એક ઈસમ સામે કાયદાકીય તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.
આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુળ પુનામાં સ્થાપિત એક બીડીની કંપનીના ઓફિસરને બાતમી મળી હતી.જેમાં વિદ્યાનગર તાબે કરમસદ ભાથીજી મંદિર ટેકરાવાળા ફળીયામાં રહેતા ચિરાગ ગિરીશભાઈ દ્વારા ડુપ્લીકેટ વસ્તુઓનું વેચાણ કરતા હોવાથી વિદ્યાનગર પોલીસને સાથે રાખી તેમના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમ્યાન તેમના ઘરેથી રાજકમલ બીડીઓનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે ૭૦ પેકેટ કિંમત ૨૧,૩૫૦/-અને બીજી તરફ છત્રપતિ સંભાજી બીડીના  પેકેટો કિંમત ૩૦,૦૦૦/-ના મળી આવ્યા હતા.આ બંન્ને જથ્થાઓ ઓરીજીનલ બીડીના પેકેટ સાથે જોતા ડુપ્લીકેટ માલુમ પડયા હતા.જેથી ઉક્ત ઈસમ સામે વિદ્યાનગર પોલીસ મથકે કોપીરાઈટ એક્ટ મુજબ સેકન્ડ ગુના રજીસ્ટર નંજી ૩૧૭૮ અને ૩૧૭૯/૧૭ મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

(5:40 pm IST)