Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

મોડાસા:વેણુપુર નજીક ટ્રકમાં ડાંગરના ભૂંસાની આડમાં લવાતો7.60 લાખનો દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે અટકાવ્યો

મોડાસા:નેશનલ હાઈવે માર્ગ પરની શામળાજી આરટીઓ પેક પોસ્ટ નજીક આવેલ વેણપુર સ્ટેન્ડ નજીકથી પસાર થતી હરીયાણા પાસીંગની ટ્રકમાં ડાંગરના ભૂસા ની આડમાં છુપાવી રાજયમાં ઘૂસાડાતો વિદેશી દારૃની ૩૩૦૦ બોટલોનો જથ્થો ઝડપાયો હતો.શામળાજી પોલીસે રૃપિયા ૭.૬૦ લાખની કીંમતના વિદેશી દારૃના જથ્થા સાથે ટ્રક કબ્જે લઈ નાસી ગયેલા ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શામળાજી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર એન.એમ.ચૌધરી સહિતની ટીમ દ્વારા નેશનલ હાઈવે માર્ગ પરના વેણપુર નજીક ગત મંગળવારની રાત્રી દરમ્યાન નાકાબંધી કરાઈ હતી.દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રકનો ચાલક ટ્રક માર્ગ ઉપર છોડી ભાગી છુટયો હતો.પોલીસે ટ્રક પાસે જઈ ચેકીંગ હાથ ધરતાં પોલીસના ચેકીંગ દરમ્યાન આ ટ્રકમાં ડાંગર ભુસુ ભરેલ પ્લાસ્ટીકની થેલીઓની આડમાં છુપાવેલ વિદેશી દારૃની ૧૨૮ પેટીઓનો જથ્થો મળી આવ્યો હતો.શામળાજી પોલીસે રાજયમાં ઘૂસાડવામાં આવી રહેલ વિદેશી દારૃની ૩૩૦૦ બોટલ કિંમત રૃપિયા ૭,૬૮,૦૦૦ અને ટ્રક સહિત કુલ રૃપિયા ૧૭,૬૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જયારે પોલીસની નાકાબંધી જોઈ ટ્રક માર્ગ પર છોડી ભાગી છુટેલા ચાલક વિરૃધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેરસની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

 

(5:40 pm IST)