Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે રાજસ્થાનથી લવાતો 30 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

અમદાવાદ:આબુ રોડ નજીક આવેલી અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી ગુજરાત તરફ આવી રહેલા એક કન્ટેનરને ઝડપી લઇ આશરે રૂ.૩૦ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ બોલાવવા માટે બુટલેગરો સક્રિય થયા છે.

તાજેતરમાં જ વડોદરા અને બનાસકાંઠામાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયા બાદ પોલીસે ગુજરાતમાં દાખલ થતા માર્ગો પર નાકાબંધી કરી સઘન વાહનચેકિંગ શરૂ કરાયું છે.દરમ્યાનમાં શિરોહીના ઉચ્ચ પોલીસે અધિકારીને મળેલી બાતમીના આધારે પોલીસે અમીરગઢ ચેકપોસ્ટ અને રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ વચ્ચેથી વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી લીધું હતું. પોલીસે માલપુરના રહીશ ધર્મારામ શીખને ઝડપી લઇ પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં પહોંચાડવાનો હોવાની તેણે કબૂલાત કરી હતી.પોલીસે વિદેશી દારૂની બોટલો ભરેલી ૮પર પેટીઓ કબજે કરી હતી આ કબજે લેવાયેલા દારૂના જથ્થાની કિંમત આશરે રૂ.૩૦ લાખ જેટલી થાય છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(5:39 pm IST)