Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

મોરબીમાં 3 બેઠકો માટે 48 ફોર્મ ઉપડ્યા :કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ પીરાઝાદાના અને લલિત કગથરાએ લીધું ફોર્મ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે વિવિધ ઉમેદવારો દ્વારા ફોર્મ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે  મોરબી જિલ્લાની 3 બેઠકો માટે 48 ફોર્મ ઉપડયા હતા.  મોરબીની  માળિયા બેઠક પર 16 ફોર્મ ઉપડ્યા હતા. વાંકાનેર બેઠક પરથી આજે 17 ફોર્મ ઉપડ્યા હતા.  ટંકારા બેઠક પરથી આજે 15 ફોર્મ ઉપડ્યા  હતા  કોંગ્રેસમાંથી ધારાસભ્ય મોહમ્મહ જાવેદ પીરજાદા અને તેમના ભાઈ ઈરફાન પીરજાદાએ ફોર્મ ઉપાડ્યું હતું.  કોંગ્રેસમાંથી ધારાસભ્ય લલિત કગથરા અને આપના ઉમેદવાર સંજય ભટાસણાએ ફોર્મ ઉપાડ્યા હતા.

(12:48 am IST)