Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવા આક્રમક પ્રચાર અભિયાન શરૂ કર્યું

વિધાનસભા દીઠ જાહેર જગ્યાઓ પર નુક્કડ નાટકો: મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર મતદાતાઓને જાગૃત કરવા અભિયાન

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવા આક્રમક પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. ત્યારે ગુજરાતના નાગરિકોને જાગૃત કરવા હવે કોંગ્રેસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

 કોંગ્રેસે વિધાનસભા દીઠ જાહેર જગ્યાઓ પર નુક્કડ નાટકો શરૂ કર્યા છે. જેના માધ્યમથી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર મતદાતાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના શાસનમાં થયેલા કામોને પણ નુક્કડ નાટક થકી પ્રજા સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 નુક્કડ નાટકમાં LPG સિલિન્ડરના ભાવ, તેલ તેમજ પેટ્રોલ-ડીઝળ સહિતની ચીજવસ્તુઓના જૂના ભાવ અને હાલના ભાવની સરખામણી કરી ભાજપના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવામાં આવી રહી છે

(12:34 am IST)